- ઈઝરાયલ-હમાસ વચ્ચે પોણા ત્રણ મહિનાથી યુદ્ધ યથાવત્
- ફરી એકવાર ઈઝરાયલના પીએમનું આવ્યું નિવેદન સામે
- ઈઝરાયલ હમાસનો સફાયો કરવા કટિબદ્ધ
ઈઝરાયલની રાજધાની તેલ અવીવમાં ગુરુવારે સાંજે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં ઈઝરાયલના વડાપ્રધાન બેંઝામિન નેતન્યાહૂએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. તેમને કહ્યું કે ગાઝામાં પ્રવેશ કરતી દરેક ચીજ પર ઈઝરાયલનું પૂર્ણ સુરક્ષા નિયંત્રણ રહેશે. ઉપરાંત નેતન્યાહૂએ કહ્યું કે હમાસ સાથે ચાલતા સંઘર્ષને સમાપ્ત થયા બાદ તેમનો દેશ ગાઝા પટ્ટી પર સુરક્ષા નિયંત્રણ બનાવી રાખશે. ગત બે દિવસથી ઈઝરાયલના સૈન્યએ પેલેસ્ટિન વિસ્તારમાં ડઝનબંધ આતંકીઓનો સફાયો કરો હતો અને રોકેટ લોંચરોનો નાશ કર્યો છે. તેમને કહ્યું કે જ્યાં સુધી સંપૂર્ણ વિજય નહીં મળે ત્યાં સુધી દરેક મોરચે યુદ્ધ ચાલુ રાખવાનો ઈઝરાયલના વડાપ્રધાનનો દાવો છે.
તાજેતરમાં સંશોધિત 582 અબજ શેકેલ એટલે કે આશરે 155 અબજ ડોલરનું યુદ્ધ બજેટ છે. જેમાં સંરક્ષણ માટે વધારાનું 55 અબજ શેકેલ પણ સામેલ છે. સૈન્યને યુદ્ધનું ટાર્ગેટ પૂર્ણ કરવા અને જીત મેળવવા સક્ષમ બનાવે છે. વધુમાં તેમને જણાવ્યું કે આ ભીષણ યુદ્ધ અનેક મહિનાઓ સુધી ચાલે તેવી શક્યતા છે.













