• એપલ હેકીંગ એલર્ટને લઇને સરકાર એક્શનમાં
  • એપલને ફટકારી નોટિસ
  • CERTએ શરૂ કરી તપાસ

એપલ હેકીંગ એલર્ટ મુદ્દે વિપક્ષી નેતાઓ દ્વારા જાસૂસીના આરોપો બાદ કેન્દ્ર સરકારે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. આઈટી મંત્રાલયે આ માટે ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ (CERT)ટીમને સૂચના આપી છે. વિપક્ષના મોટા નેતાઓના આઇફોનમાં જાસૂસી સંબંધિત કેટલીક સૂચનાઓ આવી હતી. આ પછી એપલે સ્પષ્ટતા પણ આપી હતી પરંતુ મામલાની ગંભીરતાને જોતા કેન્દ્રએ તપાસના આદેશ આપ્યા હતા.

એપલ પાસે સહકારની અપેક્ષા-IT

ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના સચિવ એસ.કૃષ્ણને ગુરુવારે જણાવ્યું હતું કે CERT-In એ Apple દ્વારા તેમને મોકલવામાં આવેલા ચેતવણી સંદેશ અંગે વિપક્ષી સાંસદો દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાની તપાસ શરૂ કરી છે. તેમણે કહ્યું કે આ અંગે કંપનીને નોટિસ પણ મોકલવામાં આવી છે. આઇટી સેક્રેટરીએ આશા વ્યક્ત કરી કે Apple આ મુદ્દે CERT-Inની તપાસમાં સહકાર આપશે.

શું હતો મામલો ?

વિપક્ષી નેતાઓના iPhone પર એક સૂચના આવી હતી કે "રાજ્ય પ્રાયોજિત હુમલાખોરો ઑનલાઇન માધ્યમ દ્વારા તમારા ફોન સાથે ચેડા કરી શકે છે." આ સૂચના કોંગ્રેસના નેતા શશિ થરૂર, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ, ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા અને ઉદ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીના ફોન પર આવી છે. જેને લઇને વિપક્ષે સરકાર પર હેકીંગના આરોપો લગાવ્યા હતા. જો કે બાદમાં અશ્વિની વૈષ્ણવે ખુદ આ મામલે એપલ પાસેથી જવાબ માગ્યો હતો.

  • Follow us on: