• જમ્મુ અને કાશ્મીરમાં આતંકી પ્રવૃત્તિને ડામવા કાર્યવાહી
  • આતંકી પ્રવૃત્તિની સંડોવણી બદલ 4 સરકારી કર્મચારીઓને બરતરફ
  • તમામને બંધારણની કલમ 311 હેઠળ બરતરફ કરવામાં આવ્યા

જમ્મુ અને કાશ્મીરમાં આતંકી પ્રવૃત્તિની સંડોવણી બદલ 4 સરકારી કર્મચારીઓને બરતરફ કરવામાં આવ્યા છે. વહીવટીતંત્રે જણાવ્યું કે, નિસાર-ઉલ-હસન, કોન્સ્ટેબલ અબ્દુલ મજીદ ભટ, ઉચ્ચ શિક્ષણ વિભાગમાં લેબોરેટરી વાહક અબ્દુલ સલામ રાથેર અને શિક્ષણ વિભાગના શિક્ષક ફારુક અહેમદ મીરનો સમાવેશ થાય છે .

મળતી માહિતી મુજબ, આ તમામને બંધારણની કલમ 311 હેઠળ બરતરફ કરવામાં આવ્યા છે. કેન્દ્રશાસિત પ્રદેશે સરકારી સંસ્થાઓમાં કામ કરતી વખતે પાકિસ્તાની આતંકવાદી સંગઠનોને કથિત રીતે મદદ કરવા બદલ છેલ્લા ત્રણ વર્ષમાં 50 થી વધુ કર્મચારીઓને બરતરફ કર્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે બરતરફ કરાયેલા કર્મચારીઓ ભારત સરકાર પાસેથી પગાર લેતા હતા. પરંતુ પાકિસ્તાન આતંકવાદીઓને લોજિસ્ટિક્સ પૂરું પાડતું હતું.

આ વર્ષે જૂન મહિનામાં, કાશ્મીર યુનિવર્સિટીના એક જનસંપર્ક અધિકારી, મહેસૂલ વિભાગના અધિકારી અને એક પોલીસકર્મીને પાકિસ્તાની આતંકવાદી સંગઠનો માટે કથિત રીતે ભંડોળ એકત્ર કરવા બદલ તેમની નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા.

  • Follow us on: