• શ્રીનગરમાં દાલ તળાવના કિનારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમ
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 જૂને શ્રીનગરની મુલાકાતે
  • યોગ દિવસના અવસર પર PM મોદી શ્રીનગરના મહેમાન બનશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 જૂને શ્રીનગરની મુલાકાત લઈ શકે છે. સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ લેનાર નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર 21 જૂને શ્રીનગરની મુલાકાત લઈ શકે છે. યોગ દિવસના અવસર પર પીએમ મોદી શ્રીનગરમાં દાલ તળાવના કિનારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં હાજરી આપવા માટે શ્રીનગર જાય તેવી શક્યતા છે.

શ્રીનગરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો કાર્યક્રમ

9 જૂને સતત ત્રીજી વખત દેશના પીએમ તરીકે શપથ લીધા બાદ પીએમ મોદીની કાશ્મીરની આ પહેલી મુલાકાત હશે. હાલમાં આ કાર્યક્રમ દાલ તળાવના કિનારે ઈન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર (SKICC)ના લૉનમાં આયોજિત કરવામાં આવશે. વડાપ્રધાન મોદી 21 જૂને સવારે યોગ કાર્યક્રમમાં ભાગ લેવા માટે 20 જૂને શ્રીનગર પહોંચે તેવી શક્યતા છે.

PMની મુલાકાતને લઇ કડક સુરક્ષા વ્યવસ્થા

PM મોદી કાશ્મીર પહોંચે તે માટેની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. સ્થળને સેનિટાઈઝ કરવામાં આવ્યું છે અને PM માટે સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG)ની એક ટીમ આ સપ્તાહના અંતમાં શ્રીનગર પહોંચશે. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ પ્રશાસન અને સુરક્ષા ગ્રીડને સુનિશ્ચિત કરવા માટે નિર્દેશ આપ્યો છે કે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે અને કાર્યક્રમ સુરક્ષિત રીતે થાય. તેમજ જમ્મુ અને કાશ્મીર સ્પોર્ટ્સ કાઉન્સિલને કાર્યક્રમ માટે ખેલાડીઓ અને ખેલાડીઓને લાવવાની સૂચના આપવામાં આવી છે.

  • Follow us on: