શ્રીનગરમાં રવિવારે પ્રવાસન સ્વાગત કેન્દ્ર (TRC) નજીક ગ્રેનેડ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 12 નાગરિકો ઘાયલ થયા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ગ્રેનેડ TRC રમતના મેદાનની બહાર ફેંકવામાં આવ્યો હતો, જેમાં ઓછામાં ઓછા 12 નાગરિકો ઘાયલ થયા હતા.



તેઓએ જણાવ્યું કે ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ વિસ્ફોટ એવા સમયે થયો હતો જ્યારે આ વિસ્તારમાં 'રવિવાર બજાર' માટે દુકાનદારોની ભારે ભીડ જોવા મળી રહી હતી.

જમ્મુ-કાશ્મીર પોલીસના આઈજીએ કહ્યું છે કે આ એક રહસ્યમય વિસ્ફોટ હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મામલાની તપાસ હાથ ધરી છે. આતંકવાદી વિસ્ફોટની પણ આશંકા છે. સૂત્રોએ જણાવ્યું કે વિસ્ફોટમાં ઘાયલ થયેલા તમામ લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. વિસ્ફોટના વિસ્તારને સંપૂર્ણ રીતે ઘેરી લેવામાં આવ્યો છે અને સીલ કરી દેવામાં આવ્યો છે.

સૂત્રોનું એમ પણ કહેવું છે કે ઘાયલોની સંખ્યા વધી પણ શકે છે. ગઈકાલે એટલે કે શનિવારે શ્રીનગરના ખાનયારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ લશ્કરના કમાન્ડર ઉસ્માનને ઠાર માર્યો હતો. ઉસ્માનને લશ્કરના કમાન્ડર સજ્જાદ ગુલનો જમણો હાથ માનવામાં આવતો હતો. ઉસ્માનનું કોડ નેમ ‘છોટા વાલિદ’ હતું. તેને કાશ્મીરમાં લશ્કર-એ-તૈયબાનો સૌથી વરિષ્ઠ કમાન્ડર માનવામાં આવતો હતો.


  • Follow us on: