સુરક્ષા દળોએ શનિવારે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. અનંતનાગ જિલ્લાના શ્રીનગર ખાનયાર અને લાર્નૂમાં આતંકવાદીઓ વિરુદ્ધ સુરક્ષા દળોની કાર્યવાહી ચાલી રહી છે. જેમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે, જ્યારે ચાર સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા છે.
કાશ્મીર ડિવિઝનમાં બે જગ્યાએ સુરક્ષા જવાનો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. જેમાં સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર કર્યા છે, જ્યારે ચાર સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા છે. કાશ્મીર વિભાગના શ્રીનગર જિલ્લામાં વહેલી સવારથી ખાનયારમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ એન્કાઉન્ટરમાં 1-2 આતંકીઓ છુપાયા હોવાની આશંકા છે. શ્રીનગર ખાનયાર રહેણાંક વિસ્તાર છે, તેથી સુરક્ષા દળો કોલેટરલ ડેમેજ ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેના પરિણામે ઓપરેશનમાં સમય લાગી રહ્યો છે.













