• આજે પ્રથમ તબક્કાના મતદાન માટે જાહેરનામું બહાર પાડવામાં આવશે
  • ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 27મી ઓગસ્ટે છે
  • 10 વર્ષની આતુરતા બાદ અહીં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે

આજથી (20 ઓગસ્ટ)થી જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આજે પ્રથમ તબક્કાના મતદાન માટે જાહેરનામું બહાર પાડવામાં આવશે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 27મી ઓગસ્ટે છે. 10 વર્ષની આતુરતા બાદ અહીં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. પ્રથમ તબક્કા માટે 18 સપ્ટેમ્બરે મતદાન થવાનું છે. જેમાં 24 વિધાનસભા મતવિસ્તારોમાં મતદાન થશે.

કાશ્મીર ખીણની 16 બેઠકો પર મતદાન

18 સપ્ટેમ્બરે પ્રથમ તબક્કામાં 24 બેઠકો પર મતદાન થશે. પ્રથમ તબક્કામાં 16 બેઠકો કાશ્મીર ખીણની છે, 8 બેઠકો જમ્મુ ક્ષેત્રની છે. ચૂંટણી માટે પાર્ટીઓ એક-બે દિવસમાં તેમના ઉમેદવારોની જાહેરાત કરી શકે છે.

370 હટાવ્યા બાદ ચૂંટણી યોજાઈ રહી છે

વર્ષ 2019માં કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ અને કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ અને કાશ્મીર એક દાયકામાં તેની પ્રથમ વિધાનસભા ચૂંટણી માટે તૈયાર છે. 90 બેઠકો માટે ત્રણ તબક્કાની વિધાનસભા ચૂંટણીના પરિણામો 4 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે. આ પ્રથમ વખત 2014 પછી હશે જ્યારે જમ્મુ અને કાશ્મીરના લોકો વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરશે.

જમ્મુ અને કાશ્મીરમાં 2022માં વિધાનસભા બેઠકોની સંખ્યા વધીને 90 થઈ ગઈ છે. જેમાં કાશ્મીર ખીણની 47 અને જમ્મુની 43 બેઠકો છે.

આ બેઠકો પર પ્રથમ તબક્કામાં મતદાન થશે

-પમ્પોર

-ત્રાલ

-પુલવામા

-રાજપોરા

-જૈનાપોરા

-શોપિયન

-ડી.એચ. પોરા

-કુલગામ

-દેવસર

 -દુરુ

-કોકરનાગ (ST)

 -અનંતનાગ પશ્ચિમ

 -અનંતનાગ

-શ્રીગુફવાડા

-બિજબેહરા

-શાંગા

-અનંતનાગ પૂર્વ

-પહલગામ

-ઈન્દરવાલ

-કિશ્તવાડ

 -પેડ ડેર

-નાગસેની

 -ભદ્રવાહ

 -ડોડા

 -ડોડા પશ્ચિમ

 -રામબન

-બનિહાલ

10 વર્ષ પછી વિધાનસભાની ચૂંટણી

જમ્મુ-કાશ્મીરમાં 2014 પછી આ પ્રથમ વિધાનસભા ચૂંટણી હશે. રાજ્યની 87 વિધાનસભા બેઠકો માટે 2014માં મતદાન થયું હતું. પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી 28 સીટો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે સામે આવી હતી. ભાજપે 25 બેઠકો જીતી હતી. નેશનલ કોન્ફરન્સને 15 અને કોંગ્રેસને 12 સીટો મળી હતી. કોઈ પણ પક્ષ ચૂંટણી પરિણામોમાં બહુમત માટે જરૂરી 44 બેઠકોના જાદુઈ આંકડા સુધી પહોંચી શક્યો નથી. ચૂંટણી પરિણામોની જાહેરાત પછી, પ્રથમ અને બીજા સ્થાને રહેલા પક્ષો, પીડીપી અને ભાજપે ગઠબંધન કર્યું અને મુફ્તી મોહમ્મદ સઈદના નેતૃત્વમાં સરકારની રચના કરી.

  • Follow us on: