• જમ્મુ કાશ્મીરમાં આતંકી-સેના વચ્ચે અથડામણ
  • સર્ચ ઓપરેશન દરમિયાન ગોળી વાગતા બે જવાન ઘાયલ
  • બાંદીપોરામાં આતંકી-સેના વચ્ચે ફાયરિંગ

જમ્મુ કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓ પર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે જમ્મુ કાશ્મીરમાં આતંકી અને સેના વચ્ચે ફાયરિંગ થયુ હોવાનું સામે આવ્યું છે જેમાં સેનાના બે જવાન ઘાયલ થયા છે.

સેનાના મળ્યા હતા ઇનપુટ

મળતી માહિતી મુજબ, જવાનોને ખભામાં ઈજા થઈ છે, હાલમાં બંનેની હાલત સ્થિર છે. આ બાબતે એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે, આતંકવાદીઓની હાજરી અંગેના ઈનપુટ બાદ સેના બાંદીપોરાના ઉપરના વિસ્તારોમાં રાંગીના જંગલોમાં સર્ચ કરી રહી છે.

આતંકીઓએ કર્યુ ફાયરિંગ

પોલીસ અધિકારીએ જણાવ્યું કે છુપાયેલા આતંકવાદીઓને શોધવા દરમિયાન જવાનો પર ગોળીબાર થયો હતો જેમાં બે જવાનોને નાની-મોટી ઈજાઓ થઈ છે. તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બંને સુરક્ષિત છે. જો કે આતંકીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

ગઇકાલે એકનું થયુ હતું મોત

ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાજૌરીમાં આતંકવાદીઓએ સરકારી કર્મચારી મોહમ્મદ રઝાકની ગોળી મારીને હત્યા કરી દીધી હતી, ત્યારબાદ સેનાએ તેની શોધખોળ તેજ કરી દીધી હતી. પોલીસે કહ્યું કે તપાસમાં જાણવા મળ્યું છે કે આ ઘટનામાં લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી અબુ હમઝા સામેલ હતો. આ પછી પોલીસે આતંકવાદી પર ઈનામ રાખ્યું. પોલીસે માહિતી આપનારને 10 લાખ રૂપિયાનું ઈનામ પણ જાહેર કર્યું છે.


  • Follow us on: