લોકસભાની ચૂંટણીમાં ભાજપે મોટા મોટા તીર્થ સ્થાનો જેવા કે અયોધ્યા તથા પેટાચૂંટણીમાં બદ્રીનાથ બેઠક પર હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીને માતા વેષ્ણોદેવીના આશીર્વાદ મળ્યા છે. જમ્મુ-કાશ્મીરની 90 વિધાનસભા બેઠકો પર યોજાયેલી ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. આ દરમિયાન રાજ્યની શ્રી માતા વૈષ્ણોદેવી બેઠકનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ બેઠક પર બીજેપી ઉમેદવાર બલદેવ રાજ શર્મા આ સીટ પર 1995 વોટના માર્જીનથી જીત્યા છે.


ભાજપને મળ્યા આશીર્વાદ

જમ્મુ અને કાશ્મીરની શ્રી માતા વૈષ્ણો દેવી બેઠક પર ભાજપના ઉમેદવાર બલદેવ શર્માને 18199 મત મળ્યા અને આ બેઠક પર બીજા સ્થાને રહેલા અપક્ષ ઉમેદવાર જુગલ કિશોરને 16204 મત મળ્યા અને ત્રીજા સ્થાને કોંગ્રેસના ઉમેદવાર ભૂપેન્દ્ર સિંહને 5655 મત મળ્યા. જમ્મુ-કાશ્મીરની શ્રી માતા વૈષ્ણોદેવી બેઠક ભાજપ માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતી. કારણ કે લોકસભા ચૂંટણી 2024માં અયોધ્યા (ફૈઝાબાદ) અને ઉત્તરાખંડ પેટાચૂંટણીમાં બદ્રીનાથ સીટ પર ભાજપનો પરાજય થયો હતો. હવે ભાજપે આ બેઠક જીતી લીધી છે.


અયોધ્યામાં મળી હતી હાર

મહત્વનું છે કે આ બેઠક જમ્મુ વિભાગના રિયાસી જિલ્લામાં આવે છે. અહીં 25 સપ્ટેમ્બરે વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં આ બેઠક પર મતદાન યોજાયુ હતું. ભાજપને આ સીટ પર સરળ જીતની અપેક્ષા હતી કારણ કે આ સીટ હિન્દુ સાંસ્કૃતિક વારસા સાથે જોડાયેલી છે. જો કે લોકસભા ચૂંટણીમાં પણ ભાજપને અયોધ્યામાં આવા જ પરિણામની આશા હતા. પરંતુ આ બેઠક ( ફૈઝાબાદ) બેઠક સમાજવાદી પાર્ટીના અવધેશ પ્રસાદે આંચકી લીધી હતી.

સાંજે ચિત્ર થશે સ્પષ્ટ

જો જમ્મુ-કાશ્મીર ચૂંટણીના પરિણામોની વાત કરીએ તો કોંગ્રેસ ગઠબંધન 35 બેઠકો પર અને ભાજપ 29 બેઠકો પર આગળ છે. જો કે તે સ્પષ્ટ છે કે ભાજપ જમ્મુ-કાશ્મીરમાં સરકાર બનાવવામાં ઘણી પાછળ છે અને કોંગ્રેસ ઠબંધન સરકાર બનાવી શકે છે. જો કે રાજ્યની સીટોનું સ્પષ્ટ પરિણામ સાંજ સુધીમાં જ ખબર પડશે કે રાજ્યમાં સત્તાની ચાવી કયા પક્ષ પાસે રહેશે.

  • Follow us on: