• જમ્મુ કાશ્મીરના પૂંછમાં થયુ હતું ફાયરિંગ
  • મંગળવારે સાંજે બની હતી ઘટના
  • સેના દ્વારા કરવામાં આવી રહ્યું છે સર્ચ ઓપરેશન

મંગળવારે જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં આતંકીઓ દ્વારા ફાયરિંગ કરાયુ હોવાનું સામે આવ્યું હતું. બુફલિયાઝ જંગલ વિસ્તારમાં અનેક રાઉન્ડ ફાયરિંગ બાદ સુરક્ષા દળો અને પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ ગોળીબાર પૂંચ જિલ્લાના બુફલિયાઝ સેક્ટરના મરાહા જંગલ વિસ્તારમાં થયો હતો. જેને લઇને હાલ સેના દ્વારા સર્ચ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે.

સર્ચ ઓપરેશન યથાવત

સુરક્ષા દળોએ પૂંચ જિલ્લાના બુફલિયાઝ સેક્ટરના મરાહા ફોરેસ્ટ વિસ્તારમાં ગઈકાલે આ વિસ્તારમાં ગોળીબારનો અવાજ સાંભળ્યા બાદ સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે પૂંછ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલી ટીમ પર આતંકીઓએ ફાયરિંગ કર્યુ હતું.ઘટનાની જાણ થતા જ મોટી સંખ્યામાં સૈન્ય દળ મોકલવામાં આવ્યું હતું.


મંગળવાર સાંજની ઘટના

કહેવામાં આવી રહ્યું છે કે પુંછ વિસ્તારમાં બે આતંકવાદીઓની હાજરીના અહેવાલ બાદ વિસ્તારમાં વધારાની ફોર્સ મોકલવામાં આવી હતી. જેના પર આતંકીઓએ સુરક્ષા દળની ટીમ પર ગોળીબાર કર્યો હતો. સૂત્રોનું કહેવું હતું કે જમ્મુ-કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની એક ટીમ પર ગાઢ જંગલ વિસ્તારમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જે પછી સુરક્ષા દળોએ આતંકવાદીઓને શોધવા માટે તેમનું ઓપરેશન તેજ કરી દીધું છે. 9 જૂન પછી જમ્મુ ક્ષેત્રમાં આ છઠ્ઠી આતંકી ઘટના છે.


  • Follow us on: