• જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર અરાજકતા સર્જાઈ 
  • સ્થાનિક લોકોએ ગેરકાયદેસર ધાર્મિક સ્થળોને હટાવવાનો વિરોધ 
  • પોલીસકર્મીઓ પર પથ્થરમારો, DSP સહિત 5 ઘાયલ

જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર અરાજકતા સર્જાઈ છે. સ્થાનિક લોકોએ ગેરકાયદેસર ધાર્મિક સ્થળોને હટાવવાનો વિરોધ કર્યો હતો અને પોલીસકર્મીઓ પર પથ્થરમારો કર્યો હતો. આ હુમલામાં ડીએસપી સહિત પાંચ પોલીસકર્મી ઘાયલ થયા હતા. મામલો વધતો જોઈને આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા વધારાના સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યા હતા.

અધિકારીઓએ જણાવ્યું કે જિલ્લાના હીરાનગરના નગરી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બનેલા પૂજા સ્થળને તોડી પાડવા માટે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સ્થાનિક લોકો તેનો વિરોધ કરી રહ્યા હતા. મહેસુલ વિભાગની ટીમ સાથે પોલીસ અતિક્રમણ હટાવવા પહોંચી ત્યારે વિરોધ કરી રહેલા લોકોનું ટોળું ઉશ્કેરાઈ ગયું હતું. તેમણે કહ્યું કે પ્રદર્શનકારીઓ હિંસક બની ગયા અને પોલીસ પર હુમલો કર્યો, જેમાં એક ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ સહિત પાંચ પોલીસકર્મીઓ ઘાયલ થયા.

ધાર્મિક સ્થળ હટાવવા મુદ્દે પોલીની ટીમ પર હુમલો 

અધિકારીઓએ જણાવ્યું કે કાયદો અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે વધારાના સુરક્ષા દળોને વિસ્તારમાં મોકલવામાં આવ્યા છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, શનિવારે પોલીસ અને મહેસૂલ વિભાગની ટીમ અતિક્રમણ હટાવવા પૂર્વા ચક ગામમાં પહોંચી હતી. સ્થાનિક લોકોએ તેનો વિરોધ કર્યો હતો. અચાનક તેઓએ પોલીસ અને રેવન્યુ ટીમ પર પથ્થરમારો કર્યો. ઇંટો અને પથ્થરો વડે મારવામાં આવતા પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. ટીમે હિંસક ટોળાથી માંડ માંડ પોતાનો જીવ બચાવ્યો હતો. આ સમાચારથી જિલ્લા પોલીસવડામાં સનસનાટી ફેલાઈ ગઈ હતી.

  • Follow us on: