જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં એક શંકાસ્પદ આતંકવાદી હુમલામાં વિલેજ ડિફેન્સ ગ્રુપ (VDG)ના બે સભ્યોના મોત થયા છે. સુરક્ષા દળોએ હજુ સુધી તેમના મૃતદેહો બહાર કાઢ્યા નથી. આ દરમિયાન પોલીસે ગ્રામ સંરક્ષણ જૂથના સભ્યો નઝીર અહેમદ અને કુલદીપ કુમારને શોધવા માટે વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. બન્ને તેમના ઢોર ચરાવવા નજીકના જંગલ વિસ્તારમાં ગયા હતા, પરંતુ પરત ફર્યા ન હતા.


ફારૂક અબ્દુલ્લાએ કિશ્તવાડમાં બે VDG સભ્યોની હત્યાની નિંદા કરી

આ દરમિયાન જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને તેમના પિતા ફારૂક અબ્દુલ્લાએ કિશ્તવાડમાં બે VDG સભ્યોની હત્યાની નિંદા કરી હતી. તેમણે કહ્યું ક, આ પ્રકારની બર્બર હિંસા જમ્મુ અને કાશ્મીરમાં લાંબા ગાળાની શાંતિ હાંસલ કરવામાં નોંધપાત્ર અવરોધ બની રહી છે. દુઃખની આ ઘડીમાં તેમના વિચારો અને પ્રાર્થના મૃતકોના પરિવારજનો સાથે છે.

કાશ્મીર ટાઈગર્સે હત્યાની જવાબદારી લીધી હતી

આ હત્યાની જવાબદારી કાશ્મીર ટાઈગર્સે લીધી છે. કાશ્મીર ટાઈગર્સ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, VDGના બે સક્રિય સૈનિક કુલદીપ કુમાર અને નઝીર મુજાહિદ્દીન ઈસ્લામનો પીછો કરતા કિશ્તવાડ વિસ્તારમાં પહોંચ્યા હતા. કાશ્મીરના મુજાહિદ્દીનોએ પહેલા તેમની અવગણના કરી, પરંતુ તેઓ તેમનો પીછો કરવાનું છોડ્યા નહીં અને નજીક આવ્યા. જે બાદ મુજાહિદ્દીને તેમને પકડી લીધા હતા અને બન્નેએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો. જે બાદ તેને સજા કરવામાં આવી હતી.

વિધાનસભા ચૂંટણી દરમિયાન આ વિસ્તારમાં બે વખત આતંકવાદી હુમલા

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, છેલ્લા ઘણા મહિનાઓથી આ વિસ્તારમાં આતંકવાદી ગતિવિધિઓ જોવા મળી રહી છે. તેમણે કહ્યું કે, તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન આ વિસ્તારમાં ઓછામાં ઓછા બે વખત આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર થયો હતો.

વિલેજ ડિફેન્સ ગ્રુપના બે સભ્યોના મોત

આ વચ્ચે સૂત્રોએ જણાવ્યું હતું કે, બન્ને VDG સવારે પ્રાણીઓ સાથે ચટરુના કુંતવાડાના જંગલોમાં ગયા હતા. તેઓ સાંજ સુધી પરત ફર્યા ન હતા. ગામના રહેવાસીઓ પોલીસનો સંપર્ક કરે તે પહેલાં આતંકવાદીઓએ બે VDGના ફોટોગ્રાફ્સ જાહેર કર્યા અને કહ્યું કે તેઓ માર્યા ગયા છે.

સોપોરમાં એન્કાઉન્ટર, 2-3 આતંકીઓ ઘેરાયા

બીજી તરફ ઉત્તર કાશ્મીરના સોપોરના સાગીપોરા વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન દરમિયાન કેટલીક ગોળીબારનો અવાજ સંભળાયો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ચોક્કસ ઇનપુટ પર કાર્યવાહી કરીને પોલીસ અને સેનાની સંયુક્ત ટીમે ગુરુવારે સાંજે સાગીપોરામાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું

તેમણે કહ્યું કે, સર્ચ દરમિયાન કેટલીક ગોળીબારનો અવાજ સંભળાયો જેના પછી વિસ્તારની આસપાસ સુરક્ષા ઘેરી લેવામાં આવી હતી. સંયુક્ત સુરક્ષા દળોએ સોપોરમાં મોટા પાયે ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું. મળતી માહિતી અનુસાર બેથી ત્રણ આતંકીઓ ફસાયા છે.


  • Follow us on: