• ઝારખંડમાં વધ્યો રાજકીય ગરમાવો
  • ચંપઇ સોરેન દિલ્હી આવવા રવાના- સૂત્ર
  • શિવરાજસિંહના સંપર્કમાં છે ચંપઇ સોરેન

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપઈ સોરેનને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ચંપઇ સોરેન સહિત 6 JMMના ધારાસભ્ય દિલ્હી આવી રહ્યા છે. બપોરે 3 વાગે ચંપઇ સોરેન ભાજપમાં જોડાઇ શકે તેવી અટકળો સૂત્રો દ્વારા મળી રહી છે. તેઓ થોડી જ વારમાં દિલ્હી પહોંચી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચંપાઈ સોરેન કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણના સતત સંપર્કમાં છે અને તેમની સાથે 6 ધારાસભ્યો પણ દિલ્હી આવી રહ્યા છે.

આ 6 ધારાસભ્યો નેતૃત્વના સંપર્કમાં નહી

ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ) નેતૃત્વ આ તમામ ધારાસભ્યોનો સંપર્કમાં નથી. તેથી એવુ કહેવામાં આવી રહ્યું છે કે આ તમામ ધારાસભ્યો પણ ભાજપમાં જોડાઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જેએમએમના ધારાસભ્યો જેમના નેતૃત્વનો સંપર્ક કરવામાં અસમર્થ છે તેમાં દશરથ ગગરાઈ, રામદાસ સોરેન, ચમરા લિન્ડા, લોબિન હેમ્બ્રોમ, સમીર મોહંતીનો સમાવેશ થાય છે.

તો JMM માટે થઇ શકે મુશ્કેલી

મહત્વનું છે કે ચંપઈ સોરેન ઝારખંડના મોટા નેતા હોવાનું કહેવાય છે. તેમણે હેમંત સોરેન જેલમાં ગયા પછી ઝારખંડની સત્તા સંભાળી હતી. હવે તેઓ ભાજપમાં જોડાઈને હેમંતને મોટો ઝટકો આપી શકે છે. ઝારખંડમાં થોડા જ દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે અને આવી સ્થિતિમાં ચંપાઈ સોરેનનું ભાજપમાં જોડાવું JMM માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી હતી કે હેમંત સોરેનને ફરીથી સીએમ બનાવવા માટે જે રીતે બેદરકારીપૂર્વક મુખ્યમંત્રી પદેથી હટાવવામાં આવ્યા તેનાથી ચંપા સોરેન નાખુશ છે.

ચંપઈ સોરેને જુલાઈમાં રાજીનામું આપ્યું હતું

  • ઉલ્લેખનીય છે કે ઇડી દ્વારા હેમંત સોરેનની ધરપકડ કરાતા ચંપઇ સોરેન ઝારખંડના મુખ્યમંત્રી બન્યા હતા જોકે તેઓ પરત ફરતા પૂર્વ સીએમ હેમંત સોરેને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો અને હેમંત સોરેન ફરી એકવાર ઝારખંડના સીએમ બન્યા હતા. ચંપઈ સોરેન 2 ફેબ્રુઆરી 2024 થી 3 જુલાઈ 2024 સુધી ઝારખંડના મુખ્યમંત્રી હતા અને રાજ્યના સાતમા મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. ચંપાઈ સોરેનની ગણતરી જેએમએમના વરિષ્ઠ નેતાઓમાં થાય છે.
  • ચંપાઈ સોરેન સાત વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે.
  • 2005 થી તેઓ સતત સરાઈકેલા વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
  • 1991માં તેઓ પ્રથમ વખત સરાઇકેલા બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા.
  • હેમંત સોરેને 2019માં ચંપાઈ સોરેનને કેબિનેટ મંત્રી પણ બનાવ્યા હતા.
  • તેમને પરિવહન, અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિ અને પછાત વર્ગ કલ્યાણની જવાબદારી સોંપવામાં આવી હતી.

  • Follow us on: