ભારતના લોકપ્રિય સ્થાનના વીડિયો બનાવી ફેમસ થનાર યુટયુબર જયોતિ મલ્હોત્રા પાકિસ્તાન માટે જાસૂસી કામ કરતી હોવાને લઈને પોલીસના સંકજામાં છે. દેશની સુરક્ષા સાથે ચેડા કરવા મામલે અને પાકિસ્તાન માટે જાસૂસી કરવા બદલ જયોતિ મલ્હોત્રા સહિત અન્ય ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. આ મહિનાના આરંભમાં જ્યારે દેશમાં ઓપરેશન સિંદૂર અને તેના બાદ પાકિસ્તાન સાથે યુદ્ધ સ્થિતિ દરમિયાન આ તમામ વ્યક્તિઓની હિલચાલ શંકાસ્પદ લાગતા તેઓ સુરક્ષા એજન્સીઓના શંકાના દાયરામાં આવ્યા હતા. જેના બાદ જ્યોતિ મલ્હોત્રા સહિત અન્ય ત્રણ વ્યક્તિઓએ પાકિસ્તાનને ભારતની સંવેદનશીલ માહિતી શેર કરી હોવાના આરોપહેઠળ ધરપકડ કરાઈ હતી. હાલમાં પોલીસ સહિત NIA અને તપાસ એજન્સી દ્વારા યુટયુબર જ્યોતિ મલ્હોત્રાની પૂછપરછ કરવામાં આવી રહી છે.
તપાસ એજન્સીની પૂછપરછમાં અસહકાર
- ભારતના સૈન્ય સંબંધી કઈ માહિતી પાકિસ્તાનને આપી
- પાકિસ્તાન તરફથી કોણ ફંડિગ પૂરું પાડે છે
- એમ્બસીના અધિકારી દાનિશ સાથેના સંબંધ કેટલો ગાઢ
દેશની તપાસ એજન્સીઓ દ્વારા જયોતિ મલ્હોત્રાની પૂછપરછ કરવામાં આવી રહી છે. તપાસ એજન્સીઓએ જાસૂસ જ્યોતિને અનેક પ્રશ્નો પૂછયા જેમાં પાકિસ્તાની એજન્સીઓ સાથે કેટલા સમયથી તે સંપર્કમાં છે તેમજ વીડિયો બનાવવા ભારતના જુદા-જુદા સ્થાનો પર દેશમાં અને વિદેશ ભ્રમણ કરવા માટે તેને પાકિસ્તાનમાં કોના દ્વારા ફંડિગ પુરું પાડવામાં આવતું હતું, આ ઉપરાંત અત્યાર સુધી પાકિસ્તાનના હેન્ડલર્સ અને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIને ભારતની કેટલી માહિતી પૂરી પાડી જેવા પ્રશ્નો પૂછવા યુટયુબર જ્યોતિ મલ્હોત્રાએ સ્પષ્ટ જવાબ આપવાના બદલે ગલ્લા તલ્લા કર્યા હતા. જ્યારે પાકિસ્તાનમાં કોના તરફથી ભારતમાં જાસૂસી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, અને ભારતના સૈન્ય સંબંધી કોઈ માહિતી પાકિસ્તાનને આપી છે કે કેમ અને તેમજ પાકિસ્તાન એમ્બસીના અધિકારી દાનિશ સાથે તેનો કેટલો ગાઢ સંબંધ છે જેવા મહત્વના પ્રશ્નો પર જયોતિ મલ્હોત્રા મૌન રહી હતી.
યુટયુબરના ફોન અને લેપટોપે કર્યા ખુલાસા
ઓપરેશન સિંદૂર અને યુદ્ધ સ્થિતિ બાદ ભારતમાં સ્થિતિ સામાન્ય થઈ હોવા છતાં અત્યારે દેશની સુરક્ષાને લઈને સરકારના તમામ વિભાગ એલર્ટ મોડમાં છે. પાકિસ્તાનના ભારતને બરબાદ કરવાના ઇરાદા પાર ના પડતા ભારતીયોને જ જાસૂસ બનાવવાના કાવતરાનો પર્દાફાશ થયો છે. યુટયુબર જ્યોતિ મલ્હોત્રા સંદિગ્ધ ગતિવિધના કારણે સુરક્ષા એજન્સીના રડારમાં આવ્યા બાદ કેટલીક મહત્વની કડી મળતા ધરપકડ કરાઈ હતી. પોલીસે જયોતિની ધરપકડ કરવા સાથે તેના લેપટોપ અને મોબાઈલ જપ્ત કર્યા હતા. જેના બાદ તપાસ એજન્સીઓ સામે ચોંકાવાનારી માહિતી મળી રહી છે. જયોતિના ફોન અને લેપટોપ ચેક કરતા એક પેટર્ન ધ્યાનમાં આવી કે તે ભારતના ધાર્મિક સ્થળોના વીડિયો બનાવે છે પરંતુ આ વીડિયોમાં સરહદ વિશે વધુ માહિતી પૂરી પાડતી હતી. જેના બાદ તપાસ ટીમો હવે યુટયુબરની આંતરરાષ્ટ્રીય યાત્રાની તપાસ કરી રહી છે.