પાંચ વર્ષના લાંબા સમયના અંતર પછી કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરુ કરવામાં આવશે. વિદેશ મંત્રાલયે યાત્રા માટે અરજી પ્રક્રિયા શરુ કરી છે. યાત્રિકો http://kmy.gov.in પર જઇને અરજીઓ કરી શકે છે. વિદેશ મંત્રાલયે આ યાત્રા માટે દ્વાર ખોલ્યા છે. કૈલાશ માનસરોવર યાત્રાનું આયોજન આ વર્ષે જૂનથી ઓગષ્ટ મહિનાની વચ્ચે કરવામાં આવશે. આ યાત્રામાં 750 જેટલા યાત્રીઓ જ પવિત્ર સ્થળે જઇ શકશે.


યાત્રા દરમિયાન જેંડર બેલેંસ પર રહેશે ખાસ ધ્યાન

આ વર્ષે યાત્રા દરમિયાન જેંડર બેલેંસ પર ખાસ ધ્યાન રાખવામાં આવશે. જેના કારણે તમામ વર્ગના લોકોને યાત્રા માટે તક મળી રહે. ઉત્તરાખંડના લિપુલેખ દર્રે અને સિક્કિમના નાથૂલા દર્રે મારફતે કુલ 15 જુથ કૈલાશ માનસરોવરની યાત્રા તરફ પ્રયાણ કરશે. આમાં 5 જૂથ લિપુલેખના માર્ગે અને 10 જૂથ નાથૂલાના માર્ગે યાત્રા પર જશે. જેમાં દરેક જૂથમાં 50 યાત્રીઓ સામેલ થશે.

ચીન સાથેના સંબંધો સુધરવાની શક્યતા

ભારત-ચીન સીમા વિવાદ અને કોવિડ-19 મહામારી દરમિયાન 2020થી કૈલાશ માનસરોવર યાત્રા સંપૂર્ણપણે બંધ કરાઇ હતી. અને બંને દેશ વચ્ચે વિમાન સેવા પણ બંધ કરવામાં આવી હતી. પરંતુ હાલમાં જ બીજિંગમાં ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી વચ્ચે બેઠક યોજાઇ હતી. અને ફરી વિમાની સેવા શરુ કરવા મુદ્દે સંવાદ કરવામાં આવ્યો હતો.

કૈલાશ માનસરોવર યાત્રા આસ્થાનું કેન્દ્ર

તિબ્બતના ક્ષેત્રમાં સ્થિત કૈલાશ પર્વત હિન્દુ, જૈન અને બૌદ્ધ ધર્મોમાં ઉંડી આસ્થાનું પ્રતિક છે. હિન્દુ માન્યતા અનુસાર અહીં જ ભગવાન શિવ અને માતા પાર્વતીનું સ્થાન છે. જૈન ધર્મમાં પ્રથમ તીર્થંકર ઋષભનાથની મોક્ષભૂમિ માનવામાં આવે છે. આ યાત્રા ધાર્મિક આસ્થા સાથે જોડાયેલી છે. અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શન માટે પહોંચે છે.

કૈલાશ પર્વતનું શું છે રહસ્ય ?

કૈલાશ પર્વતની ઉંચાઇ માઉંટ એવરેસ્ટ 8848 મીટરની નજીક 2 હજાર મીટર ઓછી છે. પરંતુ હજુ સુધી આ પવિત્ર સ્થળ સુધી કોઇ પહોંચી શક્યુ નથી. તેનો સીધો અને ખતરનાક ઢાળ ચઢાણને અશક્ય બનાવે છે. ચઢાણ માટે ઘણીવાર પ્રયત્ન કરવામાં આવ્યા છે. પરંતુ તમામ વખત નિષ્ફળતા જ જોવા મળી છે. વર્ષ 2001 પછી આ પર્વત પર ચઢવા માટે સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. હવે શ્રદ્ધાળુઓ માત્ર 52 કિલોમીટરની પરિક્રમા જ કરી શકશે. 

  • Follow us on: