- કંગનાને મંડીથી મળી લોકસભાની ટિકિટ
- કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે કરી વિવાદિત પોસ્ટ
- કંગનાએ સ્ક્રિન શોટ શેર કરીને આપ્યો જવાબ
કંગના રનૌતને હાલમાં જ ભાજપના હિમાચલની મંડી બેઠક પરથી લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર જાહેર કર્યા છે. તેના નામની જાહેરાત કરતા જ નેતા સહિત ફિલ્મી હસ્તીઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે ત્યારે કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે અભિનેત્રીને લઇને એક પોસ્ટ શેર કરતા વિવાદ ઉભો થયો છે.
ભાજપે વિરોધ વ્યક્ત કર્યો હતો
સુપ્રિયાએ કંગનાની તસવીર સાથે વાંધાજનક પોસ્ટ શેર કરી હતી, જેના પછી ભાજપના નેતાઓ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરી રહ્યા છે. જો કે આ પોસ્ટને બાદમાં ડિલીટ કરી દેવામાં આવી હતી, પરંતુ આ મામલે વિવાદ અટક્યો નથી. હવે આ પોસ્ટ પર કંગના રનૌતની પ્રતિક્રિયા પણ સામે આવી છે.

કંગનાએ પ્રતિક્રિયા આપી
કંગનાએ સુપ્રિયાનો સ્ક્રીનશોટ શેર કર્યો અને ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, “પ્રિય સુપ્રિયા જી, એક અભિનેત્રી તરીકે, મેં મારી કારકિર્દીના છેલ્લા 20 વર્ષમાં તમામ પ્રકારની મહિલાઓની ભૂમિકા ભજવી છે. રાણીમાં નિર્દોષ છોકરીથી માંડીને ધાકડમાં ડિટેક્ટીવ સુધી, મણિકર્ણિકામાં દેવીથી લઈને ચંદ્રમુખીમાં રાક્ષસ સુધી. રજ્જોની વેશ્યાથી લઈને થલાઈવીમાં ક્રાંતિકારી નેતા સુધી. તેમજ સેક્સ વર્કરોના પડકારરૂપ જીવન અથવા સંજોગોનું વર્ણન કરવા માટે આવા અપશબ્દોનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. દરેક સ્ત્રી પોતાની ગરિમાને હકદાર છે. ”