- સવારે 02.29 વાગ્યે ટ્રેન પાટા પરથી ઉતરી હતી
- રેલવે વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું હતું
- મોટા પથ્થર સાથે અથડાયું હતું ટ્રેનનું એન્જિન
ઉત્તરપ્રદેશના કાનપુરમાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેન નંબર 19168 પાટા પરથી નીચે ઉતરી ગઈ હતી. ટ્રેનના 22 ડબ્બા પાટા પરથી નીચે ઉતરી ગયા હતા. ટ્રેન વારાણસીથી અમદાવાદ તરફ આવી રહી હતી ત્યારે દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થયેલ નથી. કેટલાક યાત્રીઓ ઘાયલ થયા છે જેમનું રેસ્ક્યૂ-ઓપરેશન કરવામાં આવ્યું હતું.
રેલવે વિભાગના PROએ મુસાફરોના વ્યવસ્થા વિશે જાણકારી આપી
પશ્ચિમ રેલવે અમદાવાદના જનસંપર્ક અધિકારી જીતેનકુમાર જૈનએ આ અકસ્માત વિશે જાણકારી આપતા જણાવ્યું હતું કે, 17.08.24 ના રોજ સવારે 02:29 વાગ્યે ઝાંસી ડિવિઝનના કાનપુર સેન્ટ્રલ-વીરાંગના લક્ષ્મીબાઈ સેક્શન વચ્ચે ગોવિંદપુરી ભીમસેન સ્ટેશન નજીક ટ્રેન નંબર 19168 વારાણસી-અમદાવાદ સાબરમતી એક્સપ્રેસ પાટા પરથી ઉતરી જવાને કારણે રેલ ટ્રાફિક પ્રભાવિત થયો હતો. રેલવે પ્રશાસન તાત્કાલિક અસરથી દુર્ઘટના સ્થળે પહોંચ્યું હતું. રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું હતું. મુસાફરોને જમવાની અને તેમને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવા માટે બસો અને ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં કોઈ જાનહાનિ કે કોઈને ઈજાઓ થયેલ નથી. તેમજ મિલકતને પણ કોઈ નુકસાન થયું નથી. સાબરમતી એક્સપ્રેસના મુસાફરો માટે 19168 (BCY-ADI) વિશેષ રાહત ટ્રેન કાનપુર સેન્ટ્રલથી અમદાવાદ સુધી ચલાવવામાં આવી હતી. જેમાં 691 મુસાફરો સવાર હતા.
ટ્રેક પર મૂકેલ પથ્થર સાથે અથડાવાથી અકસ્માત
કાનપુર શહેરથી 11 કિમી દૂર ભીમસેન અને ગોવિંદપુરી સ્ટેશન વચ્ચે સવારે 2.45 વાગ્યે આ અકસ્માત થયેલ. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ટ્રેક પર મૂકેલી કોઈ ભારે વસ્તુ સાથે અથડાવાને કારણે ટ્રેન પાટા પરથી ઉતરી ગયેલ. ડ્રાઇવરે જણાવ્યું કે પથ્થર સાથે અથડાવાને કારણે આ અકસ્માત થયો હતો. ઝાંસી DRM દીપક સિંહે કહ્યું- અકસ્માત સમયે મુસાફરોએ ટક્કરનો અવાજ સાંભળ્યો હતો. આ અંગે તપાસ કરવામાં આવશે.
અકસ્માત બાદ 50 મીટર સુધીના પાટા ઊખડી ગયેલ છે. લોખંડની ક્લિપ છૂટી પડી અને નીચે પડી ગઈ હતી. કાનપુર સ્ટેશન પરથી ટ્રેન પસાર થઈ, તેથી ઝડપ ઘણી ધીમી હતી. કાનપુરથી બુંદેલખંડ અને મધ્યપ્રદેશ જતી ટ્રેનો રદ કરવામાં આવેલ છે.
રેલવે દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા
પ્રયાગરાજ 0532-2408128, 0532-2407353 કાનપુર 0512-2323018, 0512-2323015 મિર્ઝાપુર 054422200097 ઈટાવા 7525001249 ટુંડલા 7392959702 અમદાવાદ 07922113977 બનારસ સિટી 8303994411 ગોરખપુર 0551-2208088