- JD(S) પ્રજવલ રેવન્ના સામે જાતીય સતામણીનો મામલો
- બ્લુ કોર્નર નોટિસ ઇશ્યુ કરવામાં આવી
- પ્રજ્વલ રેવન્ના જર્મની ભાગી ગયો હોવાનં કહેવાય છે
જાતીય સતામણીના આરોપ મામલે જેડી (એસ) સાંસદ પ્રજવલ રેવન્ના પર પકડ તેજ કરવામાં આવી છે. તેઓ ભારત બહાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ત્યારે પ્રજવલ પર સકંજો કસવા બ્લુ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી છે.
પ્રજવલ રેવન્નાને બ્લુકોર્નર નોટિસ
મહત્વનું છે કે SITએ જાતીય સતામણીના આરોપી JD(S) સાંસદ પ્રજવલ રેવન્ના પર તેની પકડ વધુ કડક કરવાનું શરૂ કરી દીધું છે. પ્રજ્વલ રેવન્નાના પિતા ધારાસભ્ય એચડી રેવન્નાની ધરપકડ બાદ હવે ઈન્ટરપોલે તેની સામે બ્લુ કોર્નર નોટિસ જાહેર કરી છે. કર્ણાટકના ગૃહમંત્રી જી પરમેશ્વરાએ આ અંગે માહિતી આપી હતી. મહત્વનું છે કે SITએ CBIને પ્રજ્વલ રેવન્ના વિરુદ્ધ બ્લુ કોર્નર નોટિસ ફટકારવા વિનંતી કરી હતી. એવું માનવામાં આવે છે કે પ્રજ્વલ રેવન્ના હાલમાં જર્મની ભાગી ગયો છે.
કર્ણાટકના ગૃહમંત્રીએ આપી માહિતી
કર્ણાટકના ગૃહપ્રધાન પરમેશ્વરાએ કહ્યું કે, જાતીય સતામણીના કેસનો સામનો કરી રહેલા પ્રજ્વલ રેવન્નાને ભારત પરત લાવવા માટે ઈન્ટરપોલની મદદ લેવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે SITએ JD(S) સાંસદ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ ઇશ્યુ કરી હતી અને તેમને હાજર થવા માટે કહ્યું હતું, પરંતુ રેવન્ના હાજર થયા ન હતા.
કર્ણાટક સીએમએ બોલાવી હતી બેઠક
કર્ણાટકના ગૃહ પ્રધાન પરમેશ્વરાએ કહ્યું કે ઇન્ટરપોલે આરોપી પ્રજ્વલ રેવન્ના વિરુદ્ધ બ્લુ કોર્નર નોટિસ ઇશ્યુ કરી છે. શનિવારે કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાએ આ કેસની તપાસ માટે રચાયેલી SITના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. તે બેઠકમાં એસઆઈટીના અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી.