- કર્ણાટકમાં કથિત સેક્સ સ્કેન્ડલ મામલે એક્શન
- JDS પાર્ટીમાંથી પ્રજવલ રેવન્ના સસ્પેન્ડ
- આ મામલે SIT દ્વારા કરવામાં આવી રહી છે તપાસ
પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના પૌત્ર પ્રજવ્વલ રેવન્નાને JDSએ સસ્પેન્ડ કરી દીધા છે. હાલ તેઓ વિદેશ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. રેવન્ના પર જાતીય સતામણી કરવાનો આરોપ છે. તેના કથિત વીડિયો પણ સામે આવ્યા હતા. જે મામલે તપાસ ચાલી રહી છે.
SIT તપાસ પુરી ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ
મહત્વનું છે કે આ મામલે SIT દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે જ્યાં સુધી SIT તપાસ પૂરી ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જો SITની તપાસમાં તેમના વિરુદ્ધ કંઇ મળી આવશે તો તેમનુ આ સસ્પેન્શન લંબાવવામાં આવશે. મહત્વનું છે કે આ મામલે ભાજપે પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે ભાજપનું JDS સાથે ગઠબંધન છે. મહત્વનું છેકે SIT દ્વારા સેક્સ સ્કેન્ડલથી જોડાયેલા 2500 વીડિયો ક્લિપ અને પેનડ્રાઇવની તપાસ કરી રહી છે.
શું છે JDS નેતા પ્રજવલ રેવન્નાને લઇને વિવાદ ?
કથિત સેક્સ સ્કેન્ડલ મામલે દેવેગૌડાના ધારાસભ્ય પુત્ર એચડી રેવન્ના અને હાસન સીટના પૌત્ર સાંસદ પ્રજ્વલ રેવન્ના પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. તેમના પર યૌન શોષણ, સેક્સ વીડિયો રેકોર્ડિંગ, ધાકધમકી અને ષડયંત્ર જેવા આરોપો છે. આ મામલામાં તપાસ પૂરી ન થાય ત્યાં સુધી રેવન્નાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ અંગે કર્ણાટકના હાસનમાં બે કેસ નોંધાયા છે. એક કેસ એચડી રેવન્ના સામે અને બીજો તેમના પુત્ર પ્રજ્વલ રેવન્ના સામે નોંધાયેલ છે. નવીન ગૌડા સામે અન્ય એક કેસ પણ નોંધાયેલ છે. હવે આ બંને કેસ કર્ણાટક સરકારના આદેશ પર તપાસ માટે SITને સોંપવામાં આવ્યા છે. મહત્વનું છે કે 33 વર્ષના રેવન્નાનો કથિત અશ્લીલ વીડિયો જાહેર થયા બાદ શનિવારે સવારે જર્મની ભાગી ગયો હતો. રેવન્નાએ દાવો કર્યો છે કે તેના વીડિયો સાથે છેડછાડ કરવામાં આવી છે અને આ વીડિયો તેની ઈમેજને ખરાબ કરવા માટે ફેલાવવામાં આવી રહ્યા છે.
ભાજપે વલણ કર્યુ સ્પષ્ટ
જેડીએસ અને ભાજપનું ગઠબંધન છે. ત્યારે આ મામલે અમિત શાહે ભાજપનું વલણ સ્પષ્ટ કર્યું હતું,. તેમણે કહ્યું હતું કે આ મામલે અમે કાર્યવાહીના સમર્થનમાં છીએ. ભાજપ દેશની માતૃશક્તિની સાથે છે. તેમણે કર્ણાટકની કોંગ્રેસ સરકાર પર સવાલ ઉઠાવતા કહ્યું કે આ મામલે સરકારે કેમ કોઇ કાર્યવાહી ન કરી.
મામલો ક્યારે આવ્યો સામે ?
રેવન્નાના ઘરે કામ કરતી હાઉસ હેલ્પની એફઆઈઆર બાદ આ મામલો સામે આવ્યો હતો. મહિલાએ એચડી રેવન્ના અને તેના પુત્ર પ્રજવ્વલ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. આ કેસમાં પોલીસે IPC કલમ 354 (A) (યૌન ઉત્પીડન), 354 (D) (પીછો કરવો), 506 (ધમકાવવી) અને 509 (ભાષણ અથવા હાવભાવ દ્વારા મહિલાની ગરિમાનું અપમાન) હેઠળ કેસ નોંધ્યો છે.