• કર્ણાટક સરકારે રામનગરનું બદલ્યુ નામ
  • કર્ણાટક રાજ્ય મંત્રીમંડળે નામ બદલવાની આપી મંજૂરી
  • રામનગર જિલ્લાનું બદલવામાં આવ્યું નામ

કર્ણાટક સરકારે રામનગર જિલ્લાનું નામ બદલ્યુ છે. કર્ણાટક રાજ્ય મંત્રીમંડળે નામ બદલવાની મંજૂરી આપી દીધી છે. આ મામલે સંસદીય બાબતો અને કાયદા મંત્રી એચકે પાટીલે કહ્યું કે લોકોની માંગને ધ્યાનમાં રાખીને રામનગર જિલ્લાનું નામ બદલવામાં આવ્યું છે. હવે આ જિલ્લાનું નામ બેંગલુરુ દક્ષિણ રહેશે.

9જુલાઇએ પ્રસ્તાવ કર્યો હતો રજૂ

9 જુલાઈએ જ રાજ્યના નાયબ મુખ્યમંત્રી ડી.કે શિવકુમારે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને આ અંગેનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ દરમિયાન શિવકુમારે કહ્યું હતું કે તેનું નામ બદલવાથી જિલ્લાના તમામ તાલુકાઓનો વિકાસ થશે. આ સાથે રામનગર, ચન્નાપટના, મગડી, કનકપુરા અને હરોહલ્લી બ્લોકના વિકાસને ધ્યાનમાં રાખીને આ કરવામાં આવી રહ્યું છે.

બીજેપીએ શું કરી ટિપ્પણી ?

મહત્વનું છે કે વર્ષ 2016માં બેંગલુરુ ગ્રામીણ જિલ્લાનું નામ બદલીને રામનગર કરવામાં આવ્યું હતું. હવે તેને બેંગ્લુરુ દક્ષિણ કરવામાં આવ્યું છે. આ અંગે ભાજપે આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસ સરકાર આ જિલ્લાનું નામ એટલે બદલી રહી છે કારણ કે તેમાં 'રામ'નું નામ છે.

સીએમ સિદ્ધારમૈયાએ નામ બદલવા અંગે કહ્યું

આ બાબતે મીડિયા દ્વારા સીએમ સિદ્ધારમૈયાને પૂછવામાં આવ્યું હતું કે ભવિષ્યમાં જ્યારે ભાજપ સત્તામાં આવશે ત્યારે તેઓ તેનું નામ બદલીને ફરીથી રામનગર કરશે. જેના જવાબમાં મુખ્યમંત્રીએ કહ્યું કે તેઓ આવું નહીં કરે. કારણ કે અમે આ જિલ્લાના વિકાસને ધ્યાનમાં રાખીને નામ બદલ્યું છે. જો તે બદલાની ભાવનાથી આવું કરશે તો જનતા તેને ક્યારેય સત્તામાં આવવા દેશે નહીં.

  • Follow us on: