• કાશી વિશ્વનાથ મંદિરમાં શ્રાવણ માસને લઇને ભક્તોની ભીડ
  • પણ ગંગા નદીનું જળસ્તર વધતા જાહેર કરવામાં આવી ગાઇડલાઇન
  • સુરક્ષાના કારણોસર જાહેર કરવામાં આવી ગાઇડલાઇન

પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. બાબા ભોલેનાથના ચરણોમાં ભક્તો શિશ ઝૂકાવી રહ્યા છે. તમામ શિવમંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે ખાસ કરીને સોમવારના દિવસે. ત્યારે જો શ્રાવણ માસમાં તમે કાશી વિશ્વનાથના દર્શન કરવાનો પ્લાન બનાવી રહ્યા હોવ તો તમારે મંદિરમાં પ્રવેશ માટેની ખાસ ગાઇડલાઇન અનુસરવી પડશે.

પ્રવેશ કરાયો બંધ

મહત્વનું છે કે ભારે વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહી રહી છે. નદીઓમાં ઘોડાપૂર જોવા મળી રહ્યુ છે તેવામાં ગંગા નદીનું પણ જળસ્તર વધી રહ્યુ છે. પરિણામે ઉત્તર પ્રદેશના કાશી વિશ્વનાથ મંદિરમાં આજથી ત્રણ દરવાજાથી પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે. અહીં તમામ પ્રકારના પ્રોટોકોલ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ગંગાના વધતા જળ સ્તર અને શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગાઇડલાઇનમાં કહેવામાં આવ્યું છે કે તમારા સ્વાસ્થ્ય અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને જ તમે મંદિરમાં આવો.

વધ્યુ જળસ્તર

ગંગા નદીનું જળ સ્તર વધી રહ્યુ છે તે ધ્યાનમાં રાખીને માટે લલિતા ઘાટના ગંગા ગેટ તથા અન્ય સુરક્ષા કારણોસર સિલ્કો ગેટ અને સરસ્વતી ફાટટ પ્રવેશદ્વારથી કાશી વિશ્વનાથ ધામમાં પ્રવેશબંધ કરવામાં આવ્યો છે. આ ગાઇડલાઇન બાદ 12મી ઓગસ્ટ એટલે કે સોમવારે પ્રોટોકોલ માન્ય રહેશે નહીં. કોઈપણ કાર્ડ પર ખાસ કતારની સુવિધા પણ આપવામાં આવશે નહીં.

કઈ બાજુથી ક્યારે મુલાકાત લેવી?

વિશ્વનાથ મંદિર પ્રશાસને શનિવારે જણાવ્યું હતું કે જ્ઞાનવાપી સ્થિત ગેટ નંબર 04 અને નંદુ ફારિયા ગેટ 4Bમાંથી પ્રવેશ વ્યવસ્થા પહેલાની જેમ જ રહેશે. મંદિર પ્રશાસન પહેલા ત્રણ સોમવારની સરખામણીએ સાવનનાં ચોથા સોમવારે ભક્તોની વધુ ભીડની સંભાવના વ્યક્ત કરી રહ્યા છે. તેથી ભક્તોને ગોદૌલિયા-મૈદાગીન રોડ થઈને વિશ્વનાથ મંદિર તરફ જવા માટે વિનંતી કરવામાં આવી છે. જ્યાં તમને લાઇન જોવા મળે ત્યાં જ ઉભા રહી જાઓ. જ્ઞાનવાપીથી સીધા મંદિરમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. તેમણે એમ પણ કહ્યું કે દર્શનમાં અગાઉના સોમવાર કરતાં વધુ ભક્તો આવી શકે છે તેથી દર્શન કરવાનો વારો આવે તેની રાહ જોવી.

રૂટ ડાયવર્ઝન કરવામાં આવ્યું

ઉત્તર ભારત મુજબ 12 ઑગષ્ટે શ્રાવણનો ચોથો સોમવાર આવે છે જેથી વધારે લોકો આવે તેવી સંભાવનાને ધ્યાને રાખીને કેટલાક માર્ગો નો વ્હિકલ ઝોન જાહેર કરાયા છે. સોનારપુરાથી ગોદૌલિયા થઈને મદનપુરા, ગુરુબાગ તિરાહેથી રામાપુરા અને ગોદૌલિયા થઈને લક્સા, પિયારી ચોકીથી બેનિયા 3 રસ્તા અને સુજાબાદથી ભાદુચુંગી થઈને વિશ્વેશ્વર ગંજ થઈને મેદાનગીન સુધી નો વ્હીકલ ઝોન હશે.


  • Follow us on: