- કેરળમાં ભારે વરસાદની સંભાવના
- વાયનાડમાં લેન્ડસ્લાઇડ થતા 24ના મોત
- હવામાન વિભાગે જાહેર કર્યુ રેડ એલર્ટ
કેરળના વાયનાડમાં ભૂસ્ખલન થતા 24 લોકોના મોત થયા છે. કેરળના વિવિધ ભાગોમાં ભારે વરસાદને લઇને સ્થિતિ ગંભીર છે. ખાસ કરીને મધ્ય અને ઉત્તરી જિલ્લાઓમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. વાયનાડ, ઇડુક્કી અને પલક્કડ જિલ્લામાં ભૂસ્ખલનની સૂચના મળી છે. ત્યારે કેરળમાં વરસાદની સ્થિતિને લઇને હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યુ છે. કયા જિલ્લાઓમાં ભારે વરસાદ થશે આવો જાણીએ.
હવામાન વિભાગે શું કરી આગાહી
કેરળમાં હવામાન વિભાગે ઉત્તરી કેરળ, વાયનાડ, કન્નૂર અને કોઝિકોડ સહિત 5 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે. આ ઉપરાંત પથમથિટ્ટા, અલપ્પુઝા, કોટ્ટયમ, એર્નાકુલમ, ઇડુક્કી, થ્રિસુર અને પલક્કડ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
સેના જોડાઇ રેસ્ક્યુ ઓપરેશનમાં
મહત્વનું છે કે કેરળના વાયનાડમાં મેપ્પડી પાસે પહાડી વિસ્તારમાં ભૂસ્ખલ થતા 24 લોકોના મોત થયા છે. હાલમાં પણ રેસક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. સૈંકડો લોકો કાટમાળમાં ફસાયા હોવાની આશંકા છે. આ અંગે ફાયરફોર્સ, એનડીઆરએફની ટીમો પ્રભાવિત વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે. સેના પણ રેસક્યુ ઓપરેશનમાં જોડાઇ છે. કેરળના મંત્રી વીના જોર્જના જણાવ્યામુજબ 24 લોકોના મોત થયા છે જ્યારે 70 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.
અહીં ભારે વરસાદની સંભાવના
મહત્વનું છે કે કેરળમાં સૌથી પહેલુ ચોમાસુ બેસે છે. ત્યારે આજની વાત કરીએ તો કેરળમાં હવામાન વિભાગે ભારે વરસાદની ચેતવણી આપી છે. 5 જિલ્લાઓમાં રેડ એલર્ટ જ્યારે 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયુ છે. જ્યારે બે જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે. કેરળમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. મલપ્પુરમ, કોઝિકોડ, વાયનાડ, કન્નુર અને કસરગઢમાં ભારે વરસાદ ચાલુ રહેશે, જ્યારે પલક્કડ, થ્રિસુર, એર્નાકુલમ, ઇડુક્કી, કોટ્ટાયમ, અલપ્પુઝા, પથાનમથિટ્ટામાં ભારે વરસાદ અને કોલ્લમ અને તિરુવનંતપુરમમાં ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણપશ્ચિમ ચોમાસું તીવ્ર બન્યું છે, જે પશ્ચિમ કિનારે વિસ્તૃત ઓફશોર ટ્રફ સાથે જોડાયેલા મજબૂત નીચા સ્તરના જેટ સ્ટ્રીમને કારણે છે.