- કેરળના કન્નૂરમાં શ્રમિકો ચોંક્યા
- ખાડો ખોદતી વખતે મળ્યુ એક કંટોનર
- બોમ્બ હોવાની આશંકા જતા બોલાવી પોલીસ
આપણે આસપાસ ઘણા શ્રમિકોને જોઇએ છીએ જેઓ બાંધકામ સાઇટ ખાતે કામ કરતા જોવા મળે છે. પરંતુ જો આ ખાડો ખોદતા ખોદતા કોઇ ખજાનો મળી જાય તો? આવુ જ કંઇક જોવા મળ્યુ કેરળમાં. કેરળમાં મહિલા શ્રમિકો ખાડો ખોદી રહી તે દરમિયાન એક બોક્સ જેવુ કંઇક મળી આવ્યું. પછી શું થયુ આવો જાણીએ.
બોમ્બ હોવાની ગઇ આશંકા
શ્રમિક મહિલાઓને ખાડો ખોદતી વખતે એક કન્ટેનર મળ્યું જે સોના અને ચાંદીથી ભરેલું હતું. પરંતુ કામદારોએ ખોલ્યુ નહી. કારણ કે તેમને લાગ્યુ કે તેમાં બોમ્બ હોઈ શકે છે. તેઓએ સ્થાનિક પોલીસને જાણ કરી. પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
કન્ટેનરમાંથી શું નીકળ્યુ ?
કન્નુરમાં સરકારી શાળા પાસે ખોદકામ કરતી વખતે કામદારોને કન્ટેનરમાંથી કિંમતી સામાન મળી આવ્યો હતો. જપ્ત કરાયેલી વસ્તુઓમાં 17 મોતીના હાર, 13 સોનાના લોકેટ, ચાર મેડલિયન, પાંચ એન્ટિક વીંટી, કાનની બુટ્ટીઓનો સેટ અને ચાંદીના સિક્કાનો સમાવેશ થાય છે. આ ઘટના ગુરુવારે સાંજે બની જ્યારે કામદારો વરસાદનું પાણી એકત્ર કરવા માટે એક મીટર ઊંડો ખાડો ખોદી રહ્યા હતા.

પુરાતત્વ વિભાગ કરશે તપાસ
હાલ આ તમામ વસ્તુઓ ઇન્સપેક્ટર એમવી શીજુ ટીમે કબ્જામાં લીધી પછી તેને શુક્રવાર કોર્ટમાં રજૂ કરવામાં આવી. પુરાતત્વ વિભાગ આ વસ્તુઓની તપાસ કરશે અને જાણશે આ બોક્સ ક્યારનું છે અને ક્યાંથી આવ્યુ હોઇ શકે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ વસ્તુઓ બધી જૂની છે.