• શ્રાવણ મહિનામાં નીકળે છે કાવડયાત્રા
  • પશ્ચિમ યુપીમાં કાવડયાત્રાને લઇને કડક સુરક્ષા વ્યવસ્થા
  • કાવડયાત્રા સંપન્ન ન થાય ત્યાં સુધી ગતિવિધિઓ પર બાજ નજર

ઉત્તર ભારતમાં 22 જુલાઇથી શ્રાવણ મહિનાની શરૂઆત ગઇ છે. આ સાથે કાવડયાત્રા પણ શરૂ કરવામાં આવી છે. કાવડયાત્રા નિર્વિઘ્ને પૂર્ણ થાય તે માટે દરેક ગતિવિધીઓ પર તેજ નજર રાખવામાં આવી રહી છે. જે ધ્યાને રાખીને મુઝફ્ફરનગરમાં એટીએસ કમાન્ડોને તૈનાત કરવામાં આવ્યા છે. આ જિલ્લાથી નીકળનારી તમામ કાવડયાત્રાઓ પર એટીએસ કમાન્ડોને તૈનાત કરવામાં આવ્યા છે.

મુઝફ્ફરનગર પોલીસે કરી હતી વિનંતી

મુઝફ્ફરનગર જિલ્લામાં દર વર્ષે લાખો કાવડયાત્રી પસાર થાય છે. દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં કાવડાયાત્રીઓ આવે છે. આ વખતે જિલ્લા પોલીસે કાવડ યાત્રા સુરક્ષિત રીતે પૂર્ણ કરવા એટીએસ કમાન્ડોને તૈનાત કરવા સરકારને પત્ર લખ્યો હતો. મુઝફ્ફરનગર પોલીસની વિનંતીને પગલે એટીએસ કમાન્ડોની મોટી ટીમ વિવિધ સ્થળોએ ખડકી દેવામાં આવી છે.


એટીએસ કમાન્ડોની બાજ નજર

મહત્વનું છે કે શહેરથી લઇને હાઇવે સુધી જેટલા પણ રસ્તા છે તેની પર એટીએસ કમાન્ડો નજર રાખીને બેઠા છે. મુઝફ્ફરનગરના એસએસપી અભિષેક સિંહનું કહેવું છે કે કાવડાયાત્રા દરમિયાન કોઈ અઘટિત ઘટના ન બને તેને ધ્યાનમાં રાખીનેએટીએસ હેડક્વાર્ટરને વિનંતી કરવામાં આવી હતી. જેને પગલે એટીએસ કમાન્ડો મુઝફ્ફરનગર પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું કે શહેરના શિવ ચોકથી દરરોજ હજારો કાવડીયાઓ હરિદ્વાર આવતા-જતા હોય છે.


  • Follow us on: