• UP CMના આદેશ બાદ દુકાનોના બદલાયા નામ
  • 25 વર્ષથી દુકાનનું નામ હતુ સંગમ શુદ્ધ શાકાહારી
  • હવે આદેશ મુજબ નામ રાખતા કરાયુ સલીમ પ્યોર વેજ

કાવડ યાત્રાની શરૂઆતને લઇને યુપી સરકારે મહત્વનો આદેશ કર્યો છે. કાવડરૂટ પર ખાણીપીણીની દુકાનો પર નેમ પ્લેટ લગાવવાને લઇને વિવાદ શરૂ થઇ ગયો છે. સીએમ યોગીના આદેશ બાદ નેમ પ્લેટ લગાવવાની પણ શરૂઆત થઇ ગઇ છે. આદેશ મુજબ હવે નેમ પ્લેટ પર માલિકનું નામ તથા સંચાલકનું નામ લખવાનું રહેશે. એટલે કે જેની માલિકીની દુકાન છે તેનું જ નામ દુકાન પર રાખવા માટે કહેવામાં આવ્યું છે.

સંગમના નામે ચાલતી હોટલ સલીમની નીકળી

કાવડરૂટ પર હાલમાં મોટા ભાગના લોકો નેમપ્લેટ લગાવી રહ્યા છે. તે વચ્ચે એક વાત સામે આવી છે જે જોઇને એમ થાય કે અરે આ તો જબરુ કહેવાય. દિલ્હી દેહરાદૂન હાઈવે પર સંગમ પ્યોર વેજીટેરિયન રેસ્ટોરન્ટ આ નામથી રેસ્ટોરન્ટ ચાલતી હતી. ત્યારે હવે સીએમના આદેશ બાદ આ હોટલનું નામ સલીમ પ્યોર વેજીટેરિયન રેસ્ટોરન્ટ કરવામાં આવ્યું છે. સલીમે ફૂડ સેફ્ટી વિભાગમાં આ જ નામથી પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. નવાઇની વાત એ છે કે સલીમ છેલ્લા 25 વર્ષથી દિલ્હી દેહરાદૂન હાઈવે પર સંગમ પ્યોર વેજીટેરિયન રેસ્ટોરન્ટ ચલાવતો હતો.

 દુકાનદારોએ ઓળખ આપવાની રહેશે

કાવડયાત્રાના માર્ગ પર આવતી તમામ દુકાનોમાં દુકાનદારોએ પોતાની ઓળખ આપવાની રહેશે. તેમાં પણ ખાસ કરીને ખાણી પીણીની દુકાનો પર તો નેમ પ્લેટ લગાવવી અનિવાર્ય રહેશે. હલાલ સર્ટિફિકેશન પ્રોડક્ટ વેચનાર પર કાર્યવાહી કરવામાં આવશે. મહત્વનું છે કે ઉત્તર ભારતમાં સામાન્ય કરતા 15 દિવસ પહેલા જ શ્રાવણ મહિનાની શરૂઆત થાય છે. જે મુજબ 22 જુલાઇથી શ્રાવણ મહિનો શરૂ થઇ રહ્યો છે. કાવડીયા શ્રાવણના એક દિવસ પહેલા જ હરિદ્વાર જવા નીકળે છે. આ યાત્રાને કાવડયાત્રા કહેવામાં આવે છે. ત્યારે આ દરમિયાન કાવડ યાત્રીઓની આસ્થા અને પવિત્રતા જળવાઇ રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

યુપી પોલીસે પણ કરી અપીલ

પોલીસના આદેશથી મુઝફ્ફરનગરના બજારોની તસવીર બદલાઈ ગઈ છે. આ ક્રમમાં પોલીસે જણાવ્યું છે કે પવિત્ર શ્રાવણ મહિનામાં ઘણા લોકો, ખાસ કરીને કાવડયાત્રીઓ પોતાના આહારમાં અમુક ખાદ્ય પદાર્થો ખાવાનું ટાળે છે. ભૂતકાળમાં આવી ઘટનાઓ પ્રકાશમાં આવી છે જેમાં ખાણીપીણીની ચીજવસ્તુઓનું વેચાણ કરતા કેટલાક દુકાનદારોએ પોતાની દુકાનોના નામ એવી રીતે રાખ્યા હતા કે જેનાથી કાવડયાત્રીઓમાં અસમંજસ ઉભી થઈ હતી. જેને ધ્યાને રાખીને શ્રદ્ધાળુઓની આસ્થાને ધ્યાનમાં રાખીને કાવડ માર્ગ પરની હોટલ, ઢાબા અને ખાદ્યપદાર્થો વેચતા દુકાનદારોને તેમના માલિકો અને કર્મચારીઓના નામ સ્વેચ્છાએ દર્શાવવા વિનંતી કરવામાં આવી છે.


  • Follow us on: