• કોલકાતા દુષ્કર્મ-હત્યા કેસ મામલે તપાસનો ધમધમાટ
  • હોસ્પિટલમાં કથિત નાણાકીય ગેરરીતિઓની તપાસ કરાશે
  • સમગ્ર મામલે તપાસ કરવા માટે SITની રચના કરવામાં આવી

પશ્ચિમ બંગાળ સરકારે આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં કથિત નાણાકીય ગેરરીતિઓની તપાસ કરવા માટે SITની રચના કરવામાં આવી છે. તાજેતરમાં આ જ હોસ્પિટલમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ટ્રેઇની ડોક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો. ચાર સભ્યોની SITનું નેતૃત્વ સ્વામી વિવેકાનંદ રાજ્ય પોલીસ અકાદમીના મહાનિરીક્ષક ડૉ. પ્રણવ કુમાર કરશે.

મળતી માહિતી મુજબ, કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 9 ઓગસ્ટના રોજ બનેલા બળાત્કાર-હત્યાની ઘટના બાદ દેશભરના લોકો ગુસ્સાથી ભરાઈ ગયા છે. પીડિતાના માતા-પિતાનું કહેવું છે કે તેમને કોઈ આધાર નથી મળી રહ્યો અને તેઓ હજુ પણ ન્યાયની માંગ કરી રહ્યા છે. પીડિતાના પિતાએ એમ પણ કહ્યું હતું કે આ ગુનામાં માત્ર એક જ વ્યક્તિ સામેલ નથી. ઘણા ડોક્ટરોએ પણ આ વાત સ્વીકારી છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે 9 ઓગસ્ટના રોજ જુનિયર ડોક્ટર પર બળાત્કાર અને હત્યા પહેલા એક પોસ્ટ ગ્રેજ્યુએટ ટ્રેઇની ડોક્ટરનો મૃતદેહ પણ આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાંથી મળી આવ્યો હતો.

CIDને મદદ કરશે DIG 

જે SITની રચના કરવામાં આવી રહી છે તેને એક મહિનામાં તેનો રિપોર્ટ આપવા માટે કહેવામાં આવ્યું છે. તપાસ દરમિયાન, ડૉ. પ્રણવ કુમારને મુર્શિદાબાદ રેન્જના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ વકાર રઝા, રાજ્ય ગુના તપાસ વિભાગ એટલે કે CIDના DIG સોમા દાસ મિત્રા અને કોલકાતા સેન્ટ્રલ પોલીસના નાયબ કમિશનર ઈન્દિરા મુખર્જી મદદ કરશે. એસઆઈટીની રચના એવા સમયે કરવામાં આવી છે જ્યારે સીબીઆઈ આ જ હોસ્પિટલમાં એક જુનિયર ડૉક્ટર સાથે કથિત બળાત્કાર અને હત્યાની ઘટનાની તપાસ કરી રહી છે.

  • Follow us on: