- સિક્કિમના સિંગતમ જિલ્લામાં ભૂસ્ખલન
- NHPCનો સ્ટેજ-5 પાવર પ્રોજેક્ટને નુકાસાન
- સ્થાનિક લોકોને એલર્ટ કરવામાં આવ્યા
સિક્કિમના સિંગતમ જિલ્લામાં ભૂસ્ખલન થયાની ઘટના સામે આવી છે. આ ભૂસ્ખલન તે જગ્યાએ થયું જ્યાં NHPCનો સ્ટેજ-5 પાવર પ્રોજેક્ટ આવેલો છે. જેને જોતા સ્થાનિક લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે.
સિક્કિમના સિંગતમમાં દીપુ દારાના રેતાળ વિસ્તારમાં એક વિશાળ ભૂસ્ખલન થયું, જેના કારણે NHPC તિસ્તા સ્ટેજ V પાવર હાઉસને નુકસાન થયું. આ ઘટનાએ બાલુતારના રહેવાસીઓમાં ગંભીર ચિંતા અને ભયનો માહોલ જોવા મળ્યો હતો.
અગાઉ પણ સિક્કિમના મંગન જિલ્લામાં ભૂસ્ખલનની ઘટના
ઉત્તર સિક્કિમના મંગન જિલ્લામાં અગાઉ પણ અવિરત વરસાદને કારણે સર્જાયેલા મોટા ભૂસ્ખલનમાં 15 વિદેશી નાગરિકો સહિત 1,200 થી વધુ પ્રવાસીઓ ફસાયા હતા. અધિકારીએ જણાવ્યું હતું કે, પહાડી રાજ્યમાં ભૂસ્ખલન અને ભારે વરસાદને કારણે 9 લોકોના મોત થયા હતા. મિલકતોને નુકસાન થયું હતું અને ઘણા વિસ્તારોમાં રોડ કનેક્ટિવિટી, વીજળી અને ખાદ્યપદાર્થો અને મોબાઈલ નેટવર્ક ખોરવાઈ ગયા હતા. સિક્કિમ પર્યટન અને નાગરિક ઉડ્ડયન વિભાગના અગ્ર સચિવ સી એસ રાવે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "પ્રાપ્ત અહેવાલો અનુસાર, ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે માર્ગ અવરોધને કારણે લગભગ 1,200 સ્થાનિક અને 15 વિદેશી પ્રવાસીઓ ફસાયા હતા. ભારતના ત્રણ, બાંગ્લાદેશના 10 મંગન જિલ્લાના લાચુંગમાં ફસાયેલા હતા. આ કુદરતી આપતથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે.