• આજે દેશભરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં હડતાળ છે
  • IMAની અપીલ પર તમામ OPD બંધ છે
  • આ તમામ વચ્ચે કોલકત્તાની આરજી કર હોસ્પિટલમાં મોટાપાયે બદલીઓ કરવામાં આવી

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકત્તામાં ટ્રેની ડોક્ટર સાથે દુષ્કર્મ અને ક્રુરતા પૂર્વક હત્યાને લઇને સમગ્ર દેશમાં આક્રોશ છે. આજે દેશભરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં હડતાળ છે. IMAની અપીલ પર તમામ OPD બંધ છે. આ તમામ વચ્ચે કોલકત્તાની આરજી કર હોસ્પિટલમાં મોટાપાયે બદલીઓ કરવામાં આવી રહી છે. કેટલાયે ડોક્ટર અને નર્સિગ સ્ટાફની બદલી કરી દેવામાં આવી છે.

હોસ્પિટલના 10 ડોકટરો અને 190 નર્સિંગ સ્ટાફની બદલી કરવામાં આવી હતી

આરજી કર દ્વારા હોસ્પિટલના 10 ડોકટરો અને 190 નર્સિંગ સ્ટાફની બદલી કરવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે 14 અને 15 ઓગસ્ટની રાત્રે થયેલા હંગામા બાદ નર્સિંગ સ્ટાફ પણ હડતાળ પર ઉતરી ગયો હતો અને પ્રિન્સિપાલ વિરુદ્ધ વાતાવરણ સર્જાયું હતું.અન્ય હોસ્પિટલમાંથી 32 ડોકટરોને હોસ્પિટલમાં બોલાવવામાં આવ્યા છે. આ તમામ ડોક્ટરો કોલકતા બહારના છે.

હોસ્પિટલના ડોક્ટરો બાદ હવે કેન્દ્રીય એજન્સી સુરક્ષાકર્મીઓના નિવેદન નોંધી રહી છે

ભારતીય જનતા પાર્ટીનો આરોપ છે કે આ સમગ્ર અભિયાનને સમર્થન આપનારા ડોકટરોની બદલી કરવામાં આવી છે. સાથે જ આ સનસનાટીભર્યા હત્યા કેસમાં પોલીસ અને સીબીઆઈ એક્શનમાં છે. હોસ્પિટલમાં ગુંડાગીરીના કેસમાં પોલીસે 24 લોકોની ધરપકડ કરી છે અને સીબીઆઈએ પણ તપાસનો વિસ્તાર વધાર્યો છે. હોસ્પિટલના ડોક્ટરો બાદ હવે કેન્દ્રીય એજન્સી સુરક્ષાકર્મીઓના નિવેદન નોંધી રહી છે. ઘટનાની રાત્રે હોસ્પિટલમાં તૈનાત ગાર્ડ તેની પૂછપરછ કરી રહ્યા છે.

CBI 10થી વધુના નિવેદન લઇ ચુકી છે

છેલ્લા 3 દિવસમાં CBIએ પીડિતાના પરિવાર સહિત 10થી વધુ લોકોના નિવેદન નોંધ્યા છે. 30થી -35 એવા લોકો છે જેમની યાદી તૈયાર કરવામાં આવી છે આ યાદીમાં મૃતકના મિત્રોનો સમાવેશ થાય છે. CBI આ મામલે કોઇ કસર છોડવા માંગતી નથી તેની રડાર પર સિક્યોરિટી ગાર્ડ છે. પોલીસ સુરક્ષાકર્મીઓ છે. CBIએ ઘટનાની જગ્યાએ આરોપી સાથે ઘટનાનું રીક્રિએશન કર્યુ હતુ. CBIએ RG કર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની પુછપરછ કરી છે. કોલ ડિટેલ્સની સાથે જોડાયેલા સવાલોના જવાબ પુછ્યા છે. હડતાળ દરમિયાન ઇમરજન્સી સેવાઓ શરૂ કરવામાં આવી હતી

 IMAના જણાવ્યા અનુસાર, ડૉક્ટરો 24 કલાકની હડતાળ પર રહેશે

અહીં, IMA એ આજે ​​દેશભરની તમામ નાની-મોટી હોસ્પિટલો બંધ કરવાની જાહેરાત કરી છે. IMAના જણાવ્યા અનુસાર, ડૉક્ટરો 24 કલાકની હડતાળ પર રહેશે, જે આજે સવારે 6 વાગ્યાથી શરૂ થઈ છે અને આવતીકાલે સવારે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન, ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે, પરંતુ ઓપીડી સહિત અન્ય સેવાઓ બંધ છે.


  • Follow us on: