- પીડિતાનું મોત બંને હાથ વડે ગળું દબાવવાને કારણે થયું છે
- શરીરના ઘણા ભાગોમાં લોહીના ગંઠાવાની સાથે ફેફસામાં રક્તસ્ત્રાવ જોવા મળ્યો હતો
- પીડિતાના શરીર અને પ્રાઈવેટ પાર્ટ પર તમામ ઈજાઓ મૃત્યુ પહેલા થઈ હતી
કોલકતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સેમિનાર હોલમાં 9 ઓગસ્ટ, 2024ના રોજ પોસ્ટ ગ્રેજ્યુએટ ટ્રેઇની ડૉક્ટર મૃત હાલતમાં મળી આવ્યા હતા. બળાત્કાર બાદ તેની હત્યા કરવામાં આવી હતી. પીડિતાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યો છે, જે પીડિતા દ્વારા સહન કરવામાં આવેલી નિર્દયતાને દર્શાવે છે. પીએમ રિપોર્ટ અનુસાર મૃતકના શરીર પર 14થી વધુ ઈજાના નિશાન હતા. કોઈ ફ્રેક્ચર જોવા મળ્યું નથી.
ગરદન, ડાબા હાથ, ખભા, ઘૂંટણ, પગની ઘૂંટી અને ખાનગી ભાગોમાં ઇજાઓ મળી આવી હતી
માથા, બંને ગાલ, હોઠ (ઉપલા અને અંદરના ભાગમાં), નાક, જમણા જડબા, ડાઢી, ગરદન, ડાબા હાથ, ખભા, ઘૂંટણ, પગની ઘૂંટી અને ખાનગી ભાગોમાં ઇજાઓ મળી આવી હતી. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે શરીરના ઘણા ભાગોમાં લોહીના ગંઠાવાની સાથે ફેફસામાં રક્તસ્ત્રાવ જોવા મળ્યો હતો. વિસેરા, લોહી અને અન્ય એકત્ર કરાયેલા નમૂનાઓ પૃથ્થકરણ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે.
પીએમ રિપોર્ટમાં મહિલા તબીબની જાતીય સતામણી થવાની શકયતા દર્શાવવામાં આવી છે.
પીએમ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પીડિતાના શરીર અને પ્રાઈવેટ પાર્ટ પર તમામ ઈજાઓ મૃત્યુ પહેલા થઈ હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે મેડિકલ ઓફિસરે કહ્યું છે કે પીડિતાનું મોત બંને હાથ વડે ગળું દબાવવાને કારણે થયું છે. પીડિતાએ ખુબજ યાતનાઓ ભોગવી હતી. પીએમ રિપોર્ટમાં મહિલા તબીબની જાતીય સતામણી થવાની શકયતા દર્શાવવામાં આવી છે.
20 ઓગસ્ટે CJI DY ચંદ્રચુડ, જસ્ટિસ જેબી, પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચ આ કેસની સુનાવણી કરશે
સુપ્રિમ કોર્ટે કોલકતાની ઘટના પર સ્વતઃ સંજ્ઞાન લીધું છે. 20 ઓગસ્ટે CJI DY ચંદ્રચુડ, જસ્ટિસ જેબી, પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચ આ કેસની સુનાવણી કરશે. જો કે મંગળવારે સુનાવણી માટે નિર્ધારિત કેસોની યાદીમાં આ મામલો 66મા નંબરે છે, પરંતુ ખાસ ઉલ્લેખ છે કે બેન્ચ તેની પ્રાથમિકતાના આધારે સુનાવણી કરશે. દેશવ્યાપી આક્રોશ અને ડોક્ટરોની હડતાળ વચ્ચે 17 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે એક અરજી દાખલ કરવામાં આવી હતી. આમાં, પોસ્ટ ગ્રેજ્યુએટ ટ્રેઇની ડૉક્ટર સાથે કરવામાં આવેલી નિર્દયતા અંગે સ્વતઃ સંજ્ઞાન લેવાની વિનંતી કરવામાં આવી હતી.