• કોલકાતા ટ્રેની ડોક્ટરની હત્યાનો મામલો
  • સમગ્ર કેસની તપાસ કરી રહી છે સીબીઆઇ
  • 30 સભ્યોની ટીમમાં અનેક છે એક્સપર્ટ

કોલકાતામાં ટ્રેની ડોક્ટર સાથે બળાત્કાર અને મર્ડરની ઘટનાથી આખા દેશમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે સમગ્ર મામલો સીબીઆઇ પાસે પહોંચ્યો છે. આ કેસની તપાસ સીબીઆઇ કરી રહી છે. એટલે પીડિતાના પરિજનો સહિત દેશને આશા છે કે પીડિતાને ન્યાય મળશે. 30 સભ્યોની ટીમમાં સીબીઆઇ ઓફિસર સહિત સીએફએસએલના એક્સપર્ટ પણ છે. તેઓ સાયન્ટિફિક નોલેજથી છૂપાયેલા પુરાવાને શોધવામાં માસ્ટર છે. જે પુરાવાને નરી આંખે જોવા લગભગ પોસિબલ જ નથી.

બસ નામ હી કાફી હૈ..

ત્યારે આજે આપણે વાત કરીએ એવા એક સીબીઆઇ અધિકારીની કે જેમનું નામ અને ઓળખ કેસ સોલ્વ કરવાની ગેરંટી છે.  30 સભ્યોની ટીમને ઝારખંડ કેડરના આઇપીએસ ઓફિસર સંપત નહેરા લીડ કરી રહ્યા છે પરંતુ એક એવા અધિકારી છે જેમનું નામ માત્ર કેસ સોલ્વ કરવાની ગેરંટી આપે છે તેવી તેમની ઓળખ ઉભી થયેલી છે. આ વ્યક્તિ છે એએસપી સીમા પાહુજા.

કોણ છે CBI ASP સીમા પાહુજા?

  • સીમા પાહુજા 1993માં દિલ્હી પોલીસમાં સબ ઇન્સપેક્ટર તરીકે જોડાયા હતા. તેમણે સીબીઆઇની ભ્રષ્ટાચાર વિરોધી શાખામાં અને સ્પેશિયલ ક્રાઇમ યુનિટમાં પણ સેવા આપી ચૂક્યા છે.
  • સીમા પાહુજાને ઑક્ટોબર 1998માં ઈન્સ્પેક્ટર તરીકે બઢતી આપવામાં આવી હતી.
  • તેમની તપાસ કૌશલ્ય જોઈને સીમા પહુજાને 2013માં ડીએસપી બનાવવામાં આવી હતી.
  • આ સમય દરમિયાન સીમા પાહુજાએ માનવ તસ્કરી, ધર્માંતરણ, હત્યા અને સગીર છોકરીઓ સામેના ગુનાઓના ઘણા કેસોની તપાસ કરી અને આરોપીઓને સજા અપાવી.

મોટા મોટા કેસને કર્યા છે ચપટીમાં સોલ્વ

સીમા પાહુજાએ શિમલાના કોથાઈમાં થયેલા ગુડિયાના બળાત્કાર અને હત્યા કેસને જે રીતે ઉકેલ્યો તે માટે સૌથી વધુ ચર્ચામાં રહ્યો હતો. જો કે વચ્ચે એક એવો પણ સમય આવ્યો કે રિટાયરમેન્ટ પહેલાજ સીમા પાહુજાએ સીબીઆઇને રિટાયરમેન્ટ માટે પત્ર લખી દીધો હતો. પરંતુ સીબીઆઇ ડાયરેક્ટે તેમની ક્ષમતા જોઇને તેમનવે ચંડીગઢની એન્ટી કરપ્શન બ્રાંચમાં કરી દીધું. જો કે ત્યારબાદ હાથરસ ગેંગરેપની ઘટના આવી. આકેસ પણ સીબીઆઇએ સીમા પાહુજાને સોંપી દીધો. તેમણે આ કેસમાં તપાસ કરવા અને બંગાળની ચૂંટણી સમયે થયેલી હિંસાનો ઉકેલ લાવીને આરોપીઓને કોર્ટમાં ઉમરકેદની સજા અપાવી હતી.

મળી ચૂક્યા છે આ એવોર્ડ

  • હરિદ્વારમાં ડબલ મર્ડર કેસ સોલ્વ કરવા બદલ સીમા પાહુજાને 2007માં પ્રથમ ગોલ્ડ મેડલ શ્રેષ્ઠ તપાસ પુરસ્કાર મળ્યો હતો.
  • 2014 માં સીમા પાહુજાને 15 ઓગસ્ટે ભારતીય પોલીસ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.
  • 2018 માં સીમા પાહુજાને કેન્દ્રીય ગૃહ પ્રધાન શ્રેષ્ઠતા તપાસ પુરસ્કાર મળ્યો હતો.
  • 2018 માં જ 50,000 રૂપિયાના રોકડ પુરસ્કાર સાથે ગોલ્ડ મેડલ મળ્યો હતો.
  • સીમા પહુજાને આ સન્માન શિમલાની ગુડિયાના બળાત્કાર અને હત્યા કેસને ઉકેલવા બદલ મળ્યો હતો. આ કેસની તપાસ સીબીઆઈની શ્રેષ્ઠ તપાસ પણ માનવામાં આવે છે.

ન્યાય મળવાનો વિશ્વાસ

સીમા પાહુજા પેચીદા કેસ સોલ્વ કરવામાં અન્ય પુરસ્કારોથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. આ કારણોસર જ ટ્રેની ડોક્ટરની હત્યા અને રેપ મામલે તપાસ કરવા માટે કોલકાતા હાઇકોર્ટે સીબીઆઇને કેસ સોંપ્યો. સીબીઆઇએ આ કેસ ઉકેલવાની જવાબદારી એએસપી સીમા આહુજાને આપી. આ કેસમાં કોલકાતા પહોંચેલા સીમા પાહુજા કેસના તપાસ અધિકારી બનીને તપાસ કરી રહ્યા છે. ત્યારે સીમા પાહુજાનો વર્ક રેકોર્ડ જોતા દેને ભરોસો છે કે પીડિતાને ન્યાય મળશે.


  • Follow us on: