• હડતાળ પર ઉતરેલા ડૉક્ટરોને કામ પર પાછા ફરવાની અપીલ
  • કેન્દ્ર સરકારે કરી હળતાલ પર ઉતરેલા તબીબોને અપીલ
  • સલામતી માટે એક સમિતિની રચના કરવામાં આવશે

કેન્દ્ર સરકારે કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં તાલીમાર્થી ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં દેશવ્યાપી હડતાળ પર ઉતરેલા ડૉક્ટરોને કામ પર પાછા ફરવાની અપીલ કરી છે.

સલામતીનાં પગલાં સૂચવવા માટે સમિતિની રચના

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શનિવારે ડોકટરોને તેમની હડતાળ સમાપ્ત કરવા જણાવ્યું હતું અને તેમને ખાતરી આપી હતી કે આરોગ્ય વ્યાવસાયિકો માટે સલામતીનાં પગલાં સૂચવવા માટે એક સમિતિની રચના કરવામાં આવશે.

24 કલાકની દેશવ્યાપી હડતાળ

કેન્દ્રના જણાવ્યા અનુસાર, આ સમિતિમાં રાજ્ય સરકારો સહિત તમામ સંબંધિત હિતધારકોના સૂચનો શામેલ હશે, જેમને તેમના સૂચનો શેર કરવા આમંત્રિત કરવામાં આવશે. IMAના આહ્વાન પર દેશભરના તબીબો આજે 24 કલાકની દેશવ્યાપી હડતાળ પર જઈ રહ્યા છે ત્યારે સરકાર તરફથી આ ખાતરી મળી છે.

સમુદાય ન્યાય અને તાત્કાલિક સુધારાની માગ 

શનિવારે સવારે 6 વાગ્યાથી શરૂ થયેલી હડતાળ રવિવારે સવારે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. વિરોધ દરમિયાન, આવશ્યક સેવાઓ અને કટોકટીની સંભાળ સિવાયની તમામ આરોગ્ય સેવાઓ બંધ છે. તબીબી સમુદાય ન્યાય અને તાત્કાલિક સુધારાની માગ કરી રહ્યો છે, જેમાં નિવાસી ડોકટરોના કામકાજ અને રહેવાની સ્થિતિમાં સુધારો અને આરોગ્ય વ્યવસાયિકોને કાર્યસ્થળની હિંસાથી બચાવવા માટે કેન્દ્રીય કાયદાના અમલીકરણનો સમાવેશ થાય છે.

આરોગ્ય કર્મચારીઓની સુરક્ષા

સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે કહ્યું કે સરકારી હોસ્પિટલોની FORDA, IMA અને RDA દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ચિંતાઓને ધ્યાનમાં રાખીને સ્વાસ્થ્ય મંત્રાલય તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એક સમિતિની રચના કરી રહ્યું છે. આ સમિતિ આરોગ્ય કર્મચારીઓની સુરક્ષા અંગેના તમામ સંભવિત પગલાઓની વિગતો આપશે.

ડોકટરોને જાહેર હિતમાં કામ પર પાછા ફરવાની અપીલ

આ સમિતિને સૂચનો આપવા માટે વ્યક્તિગત પ્રતિનિધિઓ અને રાજ્ય સરકારો પણ આવકાર્ય છે. ડેન્ગ્યુ અને મેલેરિયાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને મંત્રાલય વિરોધ કરી રહેલા ડોકટરોને જાહેર હિતમાં કામ પર પાછા ફરવાની અપીલ કરે છે.

  • Follow us on: