- કોલકાતામાં ટ્રેઈની મહિલા ડૉક્ટર દુષ્કર્મ અને હત્યાનો ભોગ બની હતી
- મહિલા ડૉક્ટરના પરિવારજનોને પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સોંપી દીધો
- આ ઘટનાનો આરોપી સંજય રોયે પોતાનો ગુનો કબૂલી લીધો છે
કોલકાતામાં દુષ્કર્મ અને હત્યાનો ભોગ બનેલી મહિલા ડૉક્ટરના પરિવારજનોને પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સોંપી દીધો છે. આ રિપોર્ટમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે પીડિતાની ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. તે પહેલા તેણી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આરોપીએ તેનું બે વખત ગળું દબાવી દીધું હતું. સવારે 3 થી 5 દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.
અગાઉ, ઓટોપ્સી રિપોર્ટમાં પણ આત્મહત્યાની શક્યતા નકારી કાઢવામાં આવી હતી અને કહ્યું હતું કે પીડિતાની દુષ્કર્મ બાદ હત્યા કરવામાં આવી હતી. આ રિપોર્ટ અનુસાર ટ્રેઇની ડોક્ટરના પ્રાઇવેટ પાર્ટ, આંખ અને મોંમાંથી લોહી વહી રહ્યું હતું. ચહેરા અને નખ પર પણ ઈજાના નિશાન હતા. તેના પેટ, ડાબા પગ, ગળા, જમણા હાથ અને હોઠ પર ઈજાના નિશાન હતા. તેના ગળાનું હાડકું પણ તૂટેલું જોવા મળ્યું હતું.
આરોપીએ ગુનો કબૂલી લીધો
એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે સંજોગોવશાત્ પુરાવાઓ એવી શક્યતા દર્શાવે છે કે ધરપકડ કરાયેલા આરોપીએ પહેલા મહિલા ડૉક્ટરની હત્યા કરી તે પહેલા સાથે દુષ્કર્મ ગુજાર્યુ હોવાની સંભાવના છે. "એવા પુરાવા છે કે ડૉક્ટર હોસ્પિટલના સેમિનાર હોલમાં એકલા સૂઈ રહ્યા હતા જ્યારે તેના પર આરોપીઓએ હુમલો કર્યો હતો. મહિલાએ પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે આરોપી હિંસક અશ્લીલ વીડિયો જોતો હતો. ગુનો કરતા પહેલા તેણે દારૂ પીધો હતો. આરોપી સંજય રોયે પોતાનો ગુનો કબૂલી લીધો છે અને પૂછપરછ દરમિયાન તેને ફાંસી આપવાની માંગ કરી છે.
શું હતો સમગ્ર મામલો
આ ભયાનક ઘટના 8-9 ઓગસ્ટની રાત્રે બની હતી, જ્યારે કોલકાતાની 'રાધા ગોવિંદ કાર મેડિકલ કોલેજ'માંથી ટ્રેઇની ડૉક્ટરનો મૃતદેહ મળ્યો હતો. આ ડોક્ટરની ઉંમર 31 વર્ષની હતી, જે તે દિવસે અન્ય ત્રણ ડોક્ટરો સાથે નાઈટ ડ્યૂટી પર હતી. જેમાંથી બે ડોકટર ચેસ્ટ મેડીસીન વિભાગના હતા અને એક ટ્રેઈની હતી. એક કર્મચારી હોસ્પિટલના હાઉસ સ્ટાફમાંથી હતો. તે રાત્રે આ તમામ ડોકટરો અને સ્ટાફે સાથે મળીને રાત્રિભોજન કર્યું હતું.
આ પછી, મહિલા ડૉક્ટર રાત્રે લગભગ 2 વાગ્યે હોસ્પિટલના સેમિનાર હોલમાં સૂવા માટે ગઈ હતી. આ પછી સંજય રોય પાછળની બાજુથી સેમિનાર હોલમાં આવ્યો અને પહેલા ડૉક્ટરની પર દુષ્કર્મ ગુજારીને નિર્દયતાથી હત્યા કરી હતી. સૌથી મહત્વની વાત એ છે કે આ આરોપી મેડિકલ કોલેજમાં કોઈ પોલીસકર્મીને દાખલ કરવામાં આવતો ત્યારે તે તેની દવાઓ લાવવા અને તેને અન્ય મદદ પૂરી પાડવા માટે સહાયક તરીકે હાજર રહેતો હતો. પરંતુ જે દિવસે આ ઘટના બની તે દિવસે આરોપી કોઈ કામ માટે હોસ્પિટલમાં આવ્યો ન હતો. તે દિવસે તે હોસ્પિટલના પાછળના ભાગમાં દારૂ પીવા આવ્યો હતો અને દારૂ પીધા બાદ તેણે મોબાઈલ ફોનમાં અશ્લીલ વીડિયો જોયો હતો. ત્યારબાદ ઘટનાને અંજામ આપ્યો હતો.
આરોપીએ પુરાવા સાથે ચેડા કરવાનો પ્રયાસ કર્યો
આ પછી, સવારે લગભગ 4.45 વાગ્યે તે સેમિનાર હોલમાંથી બહાર નીકળતો જોવા મળ્યો હતો. ગુનો કર્યા બાદ આરોપીએ પુરાવા સાથે ચેડા કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસને પુરાવા મળ્યા છે જે દર્શાવે છે કે આરોપીએ ગુનાના સ્થળેથી લોહીના ડાઘા ધોવાનો પ્રયાસ કર્યો હતો. ઘરે ગયા પછી તેણે કપડાં પણ ધોયા. BNSની કલમ 64 (દુષ્કર્મ) અને 103 (હત્યા) હેઠળ આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે.