• જમ્મુ અને કાશ્મીરના કુપવાડામાં ઘૂસણખોરીનો નાકામ પ્રયાસ
  • ઘૂસણખોરી મામલે આર્મી કમાન્ડરે કરી પ્રેસ કોન્ફરન્સ
  • "એન્કાઉન્ટર દરમિયાન ત્રણ આતંકવાદીઓ ઠોર"

ગઈકાલે ભારતીય સેના દ્વારા જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ કરવામાં આવ્યો હતો અને ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. આ જ ઓપરેશનને લઈને સેનાએ આજે ​​પ્રેસ કોન્ફરન્સ કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે સુરક્ષા દળોએ ઘૂસણખોરી વિરોધી ઓપરેશન દરમિયાન આતંકવાદીઓની ઠેકાણાઓ પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

એન્કાઉન્ટર દરમિયાન ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા અને સ્થળ પરથી હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતો. તેમણે કહ્યું કે માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ કરવામાં આવી રહી છે. સેના અને પોલીસ અધિકારીઓ દ્વારા આયોજિત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન 268 બ્રિગેડ કેરન સેક્ટરના કમાન્ડર એનએલ કુરકર્ણીએ કહ્યું કે ઓપરેશન ધનુષ એક મોટું સફળ ઓપરેશન હતું, અમે મોટા પ્રમાણમાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો છે. કુપવાડા પોલીસે સંયુક્ત ઓપરેશનમાં કુપવાડાના કેરન સેક્ટરમાં નિયંત્રણ રેખા પર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.

NL કુરકર્ણી કમાન્ડર 268 બ્રિગેડ કેરન સેક્ટરે જણાવ્યું હતું કે, હથિયારોમાંથી ત્રણ એકે 47, 4 પિસ્તોલ, 6 હેન્ડ ગ્રેનેડ, પાકિસ્તાની માર્કા સિગારેટ અને ખાદ્ય સામગ્રી મળી આવી છે. આ આતંકવાદીઓનો ઉદ્દેશ્ય ઘાટીમાં શાંતિ ડહોળવાનો હતો.

  • Follow us on: