• શંકાસ્પદ શખ્સો પાસેથી 108 કિલો સોનું અને ચાઈનીઝ સામાન જપ્ત
  • ITBPની 21મી બટાલિયનએ LAC નજીક 2 દાણચોરોની કરી ધરપકડ 
  • ITBPની પેટ્રોલિંગ ટીમે પીછો કરીને બંને શકમંદોને ઝડપી પાડ્યા

લદ્દાખમાં ITBPને મળી મોટી સફળતા, ITBPની 21મી બટાલિયનએ LAC પાસે બે દાણચોરોની ધરપકડ કરી છે. બંને પાસેથી 108 કિલો સોનું અને ચાઈનીઝ સામાન જપ્ત કરવામાં આવ્યો છે. આ પેટ્રોલિંગનું આયોજન ITBP SHQ શ્રીનગર દ્વારા કરવામાં આવ્યું હતું.

મળતી માહિતી મુજબ, પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) નજીક સોનાનો મોટો કન્સાઈનમેન્ટ જપ્ત કરવામાં આવ્યો છે. ITBPના જવાનોએ ચીનથી લદ્દાખમાં દાણચોરી કરીને લાવવામાં આવેલા 108 કિલો સોનાનું કન્સાઇનમેન્ટ જપ્ત કર્યું છે. આ કેસમાં બે તસ્કરોની ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીઓ રાજ્યના લેહ જિલ્લાના ન્યોમા સેક્ટરમાં દાણચોરી કરતા પકડાયા હતા.

બે દાણચોરો પાસેથી 108 કિલો સોનાનું કન્સાઇનમેન્ટ જપ્ત

ITBPની 21મી બટાલિયનના જવાનોએ આંતરરાષ્ટ્રીય સરહદથી એક કિલોમીટર દૂર બે દાણચોરો પાસેથી 108 કિલો સોનાનું કન્સાઇનમેન્ટ જપ્ત કર્યું હતું. બંને આરોપીઓની ઓળખ કોયુલ, ન્યોમાના રહેવાસી તસેરિંગ ચંબા અને તેનઝીન તરગી તરીકે થઈ છે. તેમની પાસેથી ચાઈનીઝ ફૂડ આઈટમ, ચાકુ, હથોડી અને ટોર્ચ સહિત ઘણી વસ્તુઓ મળી આવી છે.

પેટ્રોલિંગ ટીમે પીછો કરીને બંને શકમંદોને ઝડપી પાડ્યા

ITBPની 21મી બટાલિયને પૂર્વી લદ્દાખના દક્ષિણી ઉપ-સેક્ટરમાં ચિસ્મુલ, નરબુલા ટોપ, જકલ અને જકલાના સરહદી વિસ્તારોમાં પેટ્રોલિંગ શરૂ કર્યું. જેથી ઘૂસણખોરી અને દાણચોરી પર અંકુશ લાવી શકાય. ઉનાળાની ઋતુ છે અને આ સમયે આ વિસ્તારમાં તસ્કરોની અવરજવર વધી જાય છે. તે જ સમયે, ITBPને લદ્દાખના સિરીગાપાલ નજીકના વિસ્તારમાં દાણચોરીની કેટલીક માહિતી પણ મળી હતી.

  • Follow us on: