- ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં મોટી દુર્ઘટના
- અકસ્માતમાં એક પરિવારના 6 સદસ્યોએ જીવ ગુમાવ્યા
- પરિવારના 8 સભ્યો બસ દ્વારા દિલ્હી જતા સમયે બની ઘટના
આજે સવારે લખનૌ આગ્રા એક્સપ્રેસ વે પર ઉન્નાવ નજીક એક બસ અને ટેન્કર એકબીજા સાથે અથડાયા હતા. આ ભયાનક અકસ્માતમાં 18 લોકોના મોત થયા હતા. બિહારના ચંપારણમાં રહેતા એક જ પરિવારના 6 લોકોએ જીવ ગુમાવ્યા છે.
ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં આજે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. અકસ્માતના સમાચારે સૌને ચોંકાવી દીધા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે 18 લોકોના મોત થયા હતા અને 30થી વધુ લોકો ઘાયલ થયા હતા. જો કે હવે આ અકસ્માતમાં વધુ એક સત્ય સામે આવ્યું છે. ઉન્નાવ બસ દુર્ઘટનામાં એક જ પરિવારના 6 લોકોએ જીવ ગુમાવ્યા છે.













