- ચૂંટણી પંચે નવી દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ યોજી
- ચૂંટણી ઉત્સવ આપણા માટે ગૌરવની વાત: EC
- 1.82 કરોડ પ્રથમ વખત મત આપશે : EC
લોકસભા ચૂંટણીની તારીખોની સાથે વિધાનસભા ચૂંટણીની તારીખો પણ ચૂંટણી પંચે નવી દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ યોજી છે.
ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવાનું શરૂ કરી દીધું છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા સંબોધનમાં જણાવ્યું હતું કે, જેમાં ચૂંટણી સંબંધિત ડેટા અને પ્રક્રિયા વિશે માહિતી આપી રહ્યા છે. સમગ્ર વિશ્વની નજર ભારતની ચૂંટણી પર છે. ચૂંટણી ઉત્સવ આપણા માટે ગૌરવની વાત છે.
મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે તેઓ છેલ્લા કેટલાક દિવસોમાં દેશભરના વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ ચૂક્યા છે અને અધિકારીઓને મળ્યા છે. અમે યાદગાર અને નિષ્પક્ષ ચૂંટણી યોજીશું. લોકસભા ચૂંટણીને લઇ 97 કરોડ વોટર દેશની નવી સરકાર બનાવશે આ સાથે 10.5 લાખ પોલિંગ સ્ટેશન બનશે. ચૂંટણીને લઇ 1.5 કરોડ કર્મચારીઓ ચુંટણી પ્રક્રિયામા જોડાશે. લોકસભા ચૂંટણીને લઇ કુલ 55 લાખ EVM મશીન ઉપયોગ થશે.

ચૂંટણી કમિશનર રાજીવ કુમારનું સંબોધન
- અમારી ટીમ ચૂંટણી માટે તૈયારઃCEC
- ચૂંટણીનો પર્વ દેશનો પર્વઃ ચૂંટણી પંચ
- અમે દરેક રાજ્યમાં જઈને સમીક્ષા કરીઃ CEC
- 10.50 લાખ મતદાન કેન્દ્રઃCEC
- પંચને 17 લોકસભા ચૂંટણી કરાવવાનું ગૌરવઃCEC
- ‘400થી વધુ વિધાનસભા ચૂંટણી કરાવવાનું ગૌરવ’
- 21.50 કરોડ વોટર યુવાઃCEC
- 48 હજાર ટ્રાન્સજેન્ડર વોટરઃCEC
- 55 લાખ ઇવીએમ મશીનનો થશે ઉપયોગઃCEC
- ‘1.82 કરોડ વોટર પહેલીવાર વોટિંગ કરશે’
- ‘10.5 લાખ પોલિંગ સ્ટેશન બનાવવામાં આવ્યા’
- દેશમાં કુલ 96 કરોડ 88 લાખ મતદાર
- દેશમાં કુલ 49.7 કરોડ પુરૂષ મતદાર
- બે વર્ષથી કરી રહ્યાં છે ચૂંટણી તૈયારીઃCEC
- ‘85 લાખ યુવતીઓ પહેલીવાર વોટિંગ કરશે’
- ‘દેશમાં કુલ 47.1 કરોડ મહિલા વોટર’
- ‘82 લાખ મતદાતા 85 વર્ષથી ઉપરના’
ચૂંટણી પંચ લોકસભા ચૂંટણી 2024નું એલાન
ચૂંટણી પંચ લોકસભા ચૂંટણી 2024ની તારીખોની જાહેરાત કરી રહ્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે અમે નિષ્પક્ષ ચૂંટણી કરાવીશું. તેમણે કહ્યું કે અમારી પાસે 97 કરોડ નોંધાયેલા મતદારો અને 10.5 લાખ મતદાન મથકો છે. 55 લાખ ઈવીએમથી મતદાન થશે. રાજીવ કુમારે કહ્યું કે પુરૂષ મતદારોની સંખ્યા 49.7 કરોડ છે, મહિલા મતદારોની સંખ્યા 47.1 કરોડ છે અને પ્રથમ વખત મતદારોની સંખ્યા 1.8 કરોડ છે. તેમણે જણાવ્યું હતું કે 85 વર્ષથી વધુ વયના મતદારોની સંખ્યા 82 લાખ છે અને 18 થી 19 વર્ષની વયની મહિલા મતદારોની સંખ્યા 85.3 લાખ છે. 20 થી 29 વર્ષની વયના 19.74 કરોડ મતદારો છે.
ગેરરીતિ સામે ચૂંટણી પંચ 100 મિનિટમાં એક્શન લેશે
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું, 'જ્યાં પણ પૈસાની વહેંચણીનો મામલો છે, ફોટો લો અને તેને ચૂંટણી પંચને મોકલો. ચૂંટણી પંચ 100 મિનિટમાં ટીમ મોકલીને સમસ્યાનો ઉકેલ લાવશે.
85 વર્ષથી વધુ ઉંમરના મતદારો માટે ઘરેથી મતદાન કરવાની સુવિધા
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે 85 વર્ષથી વધુ ઉંમરના મતદારો માટે ઘરેથી મતદાન કરવાની સુવિધા હશે. જો તમારે બૂથ પર આવવું હોય તો તમે મતદાન માટે આવી શકો છો. તમને સરળ વ્યવસ્થાથી મતદાન કરી શકશો.
ચૂંટણીમાં હિંસા માટે કોઈ સ્થાન નથી: રાજીવ કુમાર
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે ચૂંટણીમાં હિંસા માટે કોઈ સ્થાન નથી અને તેનાથી બચવા માટે કડક કાર્યવાહી કરવામાં આવશે. દરેક જિલ્લામાં કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યા છે. જો કોઈપણ ઉમેદવારનો ગુનાહિત રેકોર્ડ હોય, તો તેણે અખબારો અને ટીવી પર ત્રણ વખત તેનો ખુલાસો કરવો પડશે. રાજકીય પક્ષે પણ સમજાવવું પડશે કે તે શા માટે તેમને ટિકિટ આપી રહી છે. અમારું વચન રાષ્ટ્રીય ચૂંટણી એવી રીતે કરાવવાનું છે કે ભારત વૈશ્વિક સ્તરે ગૌરવ અનુભવે. કંટ્રોલ રૂમમાં એક વરિષ્ઠ અધિકારી હંમેશા હાજર રહેશે. ફરિયાદ મળતાં જ કડક કાર્યવાહી કરવામાં આવશે.
કોઈપણ સંજોગોમાં મની પાવરનો દુરુપયોગ નહીં: EC
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે, મની પાવરનો દુરુપયોગ કોઈપણ સંજોગોમાં રહેમ નજરથી જોવામાં આવશે. સુરક્ષા કર્મચારીઓને આ અંગે કડક સૂચના આપવામાં આવી છે.