• કોંગ્રેસે મહારાષ્ટ્રની બેઠક પરથી ઉમેદવારોના નામ કર્યા જાહેર
  • ધુલે સીટ પરથી ડો.શોભા બચ્છવને ઉતાર્યા મેદાનમાં
  • જાલના સીટથી ડો.કલ્યાણ કાલેને આપી ટિકિટ

દેશમાં એક તરફ લોકસભાની ચૂંટણીની તડામાર તૈયારી તો બીજી તરફ IPL 2024ની ધમાકેદાર મેચ ચાલી રહી છે. ભાજપે ઉમેદવારોની 10મી યાદી બહાર પાડી ત્યારે પવન સિંહે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. તેવામાં કોંગ્રેસે મહારાષ્ટ્રની 2 બેઠકો પર ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે.


મળતી માહિતી મુજબ, દેશમાં લોકસભા ચૂંટણીને લઇ તમામ પક્ષો ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા છે. તે દરમિયાન કોંગ્રેસે આગામી લોકસભા ચૂંટણી માટે મહારાષ્ટ્રની 2 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પાર્ટીએ ધુલે સીટ પરથી ડો.શોભા બચ્છવ અને જાલના સીટથી ડો.કલ્યાણ કાલેને મેદાનમાં ઉતાર્યા છે.


  • Follow us on: