- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મમતા બેનર્જી પર કર્યા પ્રહાર
- "TMCના સુપ્રીમો ઘૂસણખોરી રોકવાનો ઇરાદો ધરાવતા નથી"
- "મમતા દીદી ઘૂસણખોરી રોકશે નહીં કારણ કે તે તેમની વોટ બેંક"
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જી પર નિશાન સાધ્યું અને કહ્યું કે, તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો ઘૂસણખોરી રોકવાનો ઇરાદો ધરાવતા નથી કારણ કે, મમતા દીદી ઘૂસણખોરી રોકશે નહીં. કારણ કે આ ઘૂસણખોરો તેમની વોટ બેંક છે.
ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ અમિત શાહની પશ્ચિમ બંગાળની આ પ્રથમ મુલાકાત છે. તેવામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધતા કહ્યું કે, તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો ઘૂસણખોરી રોકવાનો ઇરાદો ધરાવતા નથી કારણ કે જે ઘૂસણખોરો આવે છે તે તેમની વોટ બેંક છે. મમતા દીદી ઘૂસણખોરી રોકશે નહીં કારણ કે તેઓ ઘૂસણખોરો તેમની વોટ બેંક છે. અમિત શાહે વધુ કહ્યું કે, PM નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર બંગાળમાં ઘૂસણખોરી રોકી શકે છે.













