- ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો હુંકાર
- "ઉત્તર પ્રદેશના માફિયાઓ અને ગુનેગારો ચેતી જાવ"
- "માફિયાઓ અને ગુનેગારોની હાલત હવે કફોડી થશે"
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જમ્મુના કઠુઆમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા ઉત્તર પ્રદેશના માફિયાઓ અને ગુનેગારોને કડક ચેતવણી આપી હતી. CM યોગી ચેતવણી આપતા કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં ભયંકર માફિયાઓ અને ગુનેગારોની હાલત હવે કફોડી થશે, નિર્દોષ લોકોને હેરાન કરતા પહેલા ચેતી જજો.
જમ્મુના કઠુઆના સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશના માફિયાઓ અને ગુનેગારોને કડક ચેતવણી આપી હતી. માફિયાઓ અને ગુનેગારોને ચેતવણી આપતાં તેમણે કહ્યું કે, જો તમે નિર્દોષો અને ગુનેગારોને મારશો તો તમે જ્યા હશો ત્યાથી પકડીને ત્યાને ત્યા જ ભંડારી દઇશું. ઉત્તર પ્રદેશનો ઉલ્લેખ કરતાં તેમણે બેઠકમાં કહ્યું, મોટા માફિયાઓ અને ગુનેગારો કેવા પ્રકારની દુર્દશાનો સામનો કરી રહ્યા છે.













