• કોલકાતા હાઈકોર્ટે સંદેશખાલી કેસ મામલે કાર્યવાહી તેજ કરી
  • CBI રિપોર્ટ ફાઈલ કરશે અને જમીન હડપની તપાસ પણ કરશે
  • તમામની તપાસ કોર્ટની દેખરેખ હેઠળ કરવામાં આવશે

કોલકત્તા હાઈકોર્ટે સંદેશખાલીમાં મહિલાઓની જાતીય સતામણી અને જમીન હડપ કરવાના કેસની તપાસ CBIને સોંપવામાં આવી છે. કોલકાતા હાઈકોર્ટની દેખરેખ હેઠળ તપાસ હાથ ધરવામાં આવશે.

કોલકાતા હાઈકોર્ટે સંદેશખાલીમાં મહિલાઓ સામેના જાતીય સતામણી અને જમીન પચાવી પાડવાના આરોપોઓની CBI તપાસ કરશે. 10 એપ્રિલ કોર્ટે કહ્યું કે, આ તમામની તપાસ કોર્ટની દેખરેખ હેઠળ કરવામાં આવશે. કોર્ટે કહ્યું કે CBIએ એક નવું ઈમેલ ID ખોલવું પડશે અને સંદેશખાલી ઘટના સંબંધિત ફરિયાદો સબમિટ કરવી પડશે.

સંદેશખાલીને લઈને કોલકાતા હાઈકોર્ટમાં કુલ પાંચ PIL દાખલ કરવામાં આવી છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે, સંદેશખાલી કેસની ગંભીરતાને જોતા આ મામલાની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ તેમાં કોઈ શંકા નથી. અમારો અભિપ્રાય છે કે તપાસ એજન્સીએ પણ રાજ્યને સહકાર આપવો જોઈએ. હાઈકોર્ટે વધુમાં કહ્યું કે, CBI રિપોર્ટ ફાઈલ કરશે અને જમીન હડપની તપાસ પણ કરશે. એજન્સી પાસે સામાન્ય લોકો, સરકારી વિભાગો, બિન-સરકારી સંસ્થાઓ (NGO) વગેરે સહિત કોઈપણની પૂછપરછ કરવાની સત્તા હશે.


શું હાઈકોર્ટ મોનીટરીંગ કરશે?

કલકત્તા હાઈકોર્ટે વધુમાં કહ્યું કે, કોર્ટ સમગ્ર મામલાની નજીકથી નજર રાખશે. સર્વેલન્સનો આદેશ આપ્યાના 15 દિવસની અંદર સીસીટીવી કેમેરા પણ લગાવવા જોઈએ. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, એલઇડી સ્ટ્રીટ લાઇટ પણ જરૂરિયાત મુજબ લગાવવાની છે. આ તમામ ખર્ચ બંગાળ સરકાર ઉઠાવશે. આ પછી સંદેશખાલી કેસની સુનાવણીની આગામી તારીખ 2જી મે નક્કી કરવામાં આવી છે.

  • Follow us on: