• લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન
  • વૃદ્ધો તથા દિવ્યાંગો પણ કરી રહ્યા છે મતદાન
  • શાંતિપૂર્ણ માહોલમાં થઇ રહ્યું છે વોટિંગ

લોકસભાની ચૂંટણીને લઇને પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઇ રહ્યું છે. રાજકીય દિગ્ગજોની સાથે સાઉથના સુપરસ્ટાર્સ પણ મતદાન કરી રહ્યા છે. તેવામાં ઉત્તરાખંડમાં મતદાન પ્રત્યે લોકોને ઉત્સાહ વધે, લોકો મતદાન કરવા પ્રેરાય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા.

વ્હિલચેરના સહારે મતદાન કરવા પહોંચ્યા

ઉત્તરકાશીના યમુનોત્રી વિધાનસભાના તુલ્યાડા બૂથ પર એક મતદાર વોટ આપવા પહોચ્યા હતા. સૌ કોઇ તેમને જોતા જ રહી ગયા. કારણ કે તેઓને સ્ટ્રેચર પર લઇને આવ્યા હતા. તેમનું નામ છે વિમલસિંહ. તેઓ શારીરીક રીતે ચાલી શકવામાં અસમર્થ હોવા છતાં તેઓ મતદાન કરવા પહોંચ્યા હતા. ઉત્તરાખંડના વિવિધ જિલ્લાઓમાંથી PwD મતદારોએ લાકડી અને વ્હીલચેરની સુવિધાનો લાભ લીધો હતો.


વિમલસિંહની હિંમતને સલામ

દિવ્યાંગ વિમલ સિંહને એક પાલખી કે સ્ટ્રેચર કહી શકાય તેમાં ચાર યુવકો તેમને લઈને મતદાન મથક પર પહોંચ્યા હતા. વહીવટી કર્મચારીઓની મદદથી તેઓએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો. વિમલસિંહના જુસ્સા અને હિંમતની ચર્ચા સર્વત્ર થઈ રહી છે. વિમલે તમામ લોકોને મતદાન કરવા અપીલ કરી છે.


પોસ્ટલ વૉટ કલેક્શન

બીજી તરફ તમિલનાડુના સાલેમ સંસદીય મતવિસ્તારમાં 85 અને તેથી વધુ વયના અને અલગ-અલગ વિકલાંગ વ્યક્તિઓ માટે પોસ્ટલ વોટ કલેક્શન કરવામાં આવી રહ્યું છે.


કન્યાકુમારીમાં વૃદ્ધો પહોંચ્યા મતદાન મથકે

કન્ન્યાકુમારી LS મતવિસ્તારના 80+ વયોવૃદ્ધ મતદારો કે જેમણે મતદાન કરવા માટે મતદાન મથકોની મુલાકાત લીધી હતી. તેઓએ ફરિયાદ કરી હતી કે તેઓ પોસ્ટલ બેલેટની સુવિધાઓથી અજાણ હતા. જ્યારે અધિકારીઓ શહેરી, ગ્રામીણ વિસ્તારોના મોટાભાગના ઘરો સુધી પહોંચ્યા ત્યારે તેઓ અજાણ હતા.


  • Follow us on: