• લોકસભાની ચૂંટણીને લઇને આજે પ્રથમ તબક્કાનુ મતદાન
  • કુલ 7 તબક્કામાં યોજાવાની છે લોકસભાની ચૂંટણી
  • ગૂગલે યુઝર્સને અનોખી રીતે મતદાન કરવાનો આપ્યો સંદેશ

લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાવાની છે. આજથી પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. 21 રાજ્યોમાં 102 બેઠકો પર મતદાન થઇ રહ્યુ છે. ત્યારે લોકશાહીના આ પર્વને લઇને ગૂગલે પણ એક ખાસ સંદેશો આપ્યો છે.

ગૂગલે બનાવ્યું ડૂડલ

2024ની લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 8.4 કરોડ પુરૂષો અને 8.23 કરોડ મહિલાઓ સહિત 16.63 કરોડથી વધુ મતદારો આજે 1.87 લાખ મતદાન મથકો પર મતદાનનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે ગૂગલે પણ ચૂંટણીને લઇને ખાસ ડૂડલ બનાવ્યું છે.

હોમપેજ પર અનોખો સિમ્બોલ

Google એ તેના હોમપેજ પર "Google" લોગોને એક નવા લોગો સાથે ક્રિએટીવ રીતે બનાવ્યો છે. જેમાં વોટિંગ કરવા માટેની અપીલ કરવામાં આવી રહી છે. ફર્સ્ટ ફિંગર પર મતદાનનુ નિશાન કરેલો સિમ્બોલ બતાવવામાં આવ્યો છે કે જે ભારતીય ચૂંટણીઓની લોકશાહી પ્રક્રિયાનું પ્રતિનિધિત્વ કરે છે.

ડૂડલ પર ક્લિક કરતા મળે છે આ માહિતી

ગૂગલે ડૂડલ બનાવીને લોકોને મતદાન કરવા અપીલ તો કરી જ છે પરંતુ સાથે એક મહત્વની માહિતી પણ પુરી પાડી રહ્યુ છે. આ ડૂડલ પર ક્લિક કરતા જ યુઝર્સને ભારતમાં ચૂંટણી પર નવીનતમ અપડેટ્સ સંબંધિત શોધ પરિણામો જોવા માટે નિર્દેશિત કરવામાં આવે છે.

7 તબક્કામાં યોજાશે ચૂંટણી

મહત્વનું છે કે લોકસભાના 543 સભ્યોને ચૂંટવા માટે 19 એપ્રિલથી 1 જૂન સુધી સાત તબક્કામાં સામાન્ય ચૂંટણી યોજાશે. બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે, ત્રીજા તબક્કાનું 7 મેના રોજ, ચોથા તબક્કાનું 13 મેના રોજ અને પાંચમા તબક્કાનું મતદાન 20 મેના રોજ થશે. 25 મેના રોજ 6 તબક્કા માટે અને 1 જૂનના રોજ 7 તબક્કા માટે મતદાન થશે. 4 જૂને પરિણામ જાહેર થશે.


  • Follow us on: