• અમેઠી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કે.એલ શર્મા
  • અમેઠીથી આજે જ ભર્યુ ઉમેદવારી પત્ર
  • સ્મૃતિ ઇરાની સામે અમેઠીના ચૂંટણી મેદાને છે કેએલ શર્મા

અમેઠી લોકસભા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર કેએલ શર્માએ 3 મેના રોજ ઉમેદવારી નોંધાવી છે. તેમનું એફિડેવિટ પણ બહાર આવ્યું છે. ગાંધી પરિવારના નજીકના લોકોમાંથી એક કેએલ શર્મા પાસે કેટલી છે સંપત્તિ આવો જાણીએ.

શર્મા દંપત્તિ પાસે કેટલી છે સંપત્તિ ?

અમેઠીમાં સ્મૃતિ ઈરાની સામે કેએલ શર્મા મેદાને છે. જો તેમની કુલ સંપત્તિની વાત કરીએ તો તે 6.26 કરોડ રૂપિયાથી વધુ છે. બીજી તરફ તેમની પત્ની કિરણ પાસે 6.50 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. ખાસ વાત એ છે કે કેએલ શર્મા પાસે તેમની પત્ની કરતા ઓછી સંપત્તિ છે. ચૂંટણી કાર્યાલયમાં આપવામાં આવેલા એફિડેવિટ મુજબ કેએલ શર્માની કુલ જંગમ સંપત્તિ 2.04 કરોડ રૂપિયાથી વધુ જોવા મળી છે. જ્યારે તેમની પત્ની પાસે 2.38 કરોડની કુલ જંગમ સંપત્તિ છે. કે.એલ શર્મા પાસે 3 લાખ રૂપિયા રોકડા છે અને તેમની પત્ની પાસે 4 લાખ રૂપિયા છે.

પત્ની પાસે 175 ગ્રામ સોનું

કેએલ શર્માના નામે પોતાની કાર નથી. તેની પાસે ઘરેણાં પણ નથી. જ્યારે તેમની પત્ની કિરણના નામે હ્યુન્ડાઈ કાર છે, જેની કિંમત 2.36 લાખ રૂપિયાથી વધુ છે. તેમના નામે 175 ગ્રામ સોનાના દાગીના છે. શર્મા દંપતીએ ખેતીની જમીન, કોમર્શિયલ ઈમારતો અને રહેણાંક ઈમારતોમાં મોટું રોકાણ કર્યું છે. જેની કિંમત પણ કરોડોમાં છે. ખાસ વાત એ છે કે કુલ સંપત્તિમાંથી લગભગ 80 ટકા અચલ સંપત્તિ છે.

કેટલી છે ખેતીની જમીન અને રહેણાંક જગ્યા ?

કેએલ શર્મા પાસે બે ખેતીની જમીન છે. જેની કિંમત 64.76 લાખ રૂપિયા છે. જ્યારે તેમની પત્ની કિરણ પાસે માત્ર એક જ ખેતીની જમીન છે જેની કિંમત એફિડેવિટમાં 61.05 લાખ રૂપિયા જણાવવામાં આવી છે. બીજી તરફ કેએલ શર્મા પાસે બે કોમર્શિયલ જગ્યાઓ છે. જેની કિંમત 1.30 કરોડ રૂપિયાથી વધુ છે. જ્યારે તેમની પત્ની પાસે માત્ર એક જ કોમર્શિયલ જગ્યા છે, જેની કિંમત રૂ. 1.43 કરોડ છે. કેએલ શર્માએ તેમના ચૂંટણી એફિડેવિટમાં જણાવ્યું છે કે તેમની પાસે 3 રહેણાંક જગ્યાઓ છે. જેની કુલ કિંમત 2.27 કરોડ રૂપિયા છે. બીજી તરફ તેમની પત્નીની માલિકીના મકાનોની કિંમત 2.05 કરોડ રૂપિયા છે.

  • Follow us on: