• લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું 19 એપિલથી પ્રારંભ
  • પ્રથમ તબક્કાનું મતદાનને લઇ ECના કર્મીઓની મહેનત તેજ
  • EVM પહોંચાડવા માટે કર્મીઓએ તનતોડ મહેનત કરીને મતદાન મથકે પહોંચ્યા 

વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં ચૂંટણી સરળ નથી! આ કારણ છે કે ચૂંટણી ફરજમાં રોકાયેલા ઘણા કર્મચારીઓને લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કાના મતદાન માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કેટલીક જગ્યાએ મતદાન મથકો પર પહોંચવું તેમના માટે લોઢાના ચણા ચાવવા જેવું હતું.

લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કાનું મતદાનને લઇ હવે EC એક્શનમાં છે. ચૂંટણીને લઇ ECએ ખાસ તૈયારીઓ કરી છે. તમામ મત વિસ્તારોમાં EVM પહોંચાડવા માટે કર્મીઓએ તનતોડ મહેનત કરીને મતદાન મથકે પહોંચ્યા છે. ફરજ પર હતા ત્યારે, આ કર્મચારીઓને ઉત્તર પૂર્વમાં અરુણાચલ પ્રદેશમાં ક્યાંક જંગલમાંથી દૂરના મતદાન મથક પર જવાનું હતું, જ્યારે તમિલનાડુના ડિંડીગુલના નાથમ વિસ્તારમાં, તેઓ EVM લઈને જતા જોવા મળ્યા હતા. દેશના વિવિધ ભાગોમાંથી સમાન દ્રશ્યો જોવા મળ્યા, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓનું કામ કેટલું મુશ્કેલ છે.

સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા કર્મચારીઓનું હેલીડ્રોપિંગ

સામાન્ય ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલ, 2024 ના રોજ છે. આ તબક્કામાં કુલ 102 લોકસભા સીટો પર મતદાન થશે. સલામત અને શાંતિપૂર્ણ ચૂંટણી માટે સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા કર્મચારીઓનું હેલીડ્રોપિંગ કરવામાં આવ્યું હતું. સુરક્ષા કર્મચારીઓને હેલીડ્રોપ કરવા માટે ભારતીય વાયુસેના (IAF) હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી છે.

નદી-જંગલ-પર્વત...ECના કર્મીઓની તનતોડ મહેનત

પ્રથમ તબક્કામાં જમ્મુ-કાશ્મીરના ઉધમપુર લોકસભા ક્ષેત્રમાં પણ મતદાન થઈ રહ્યું છે. ચૂંટણી અધિકારીઓના જણાવ્યા અનુસાર 654 મતદાન મથકો છે. બુધવાર, 17 એપ્રિલના રોજ 11 પોલિંગ ટીમો મોકલવામાં આવી હતી જ્યારે ગુરુવારે 643 પોલિંગ ટીમો મોકલવામાં આવી હતી. ચૂંટણી અધિકારીઓના જણાવ્યા અનુસાર, હવામાનને ધ્યાનમાં રાખીને મતદાન પક્ષો અને મતદારો માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે.


લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં જ્યાં મહત્વની બેઠકો યોજાઈ રહી છે તેમાં નાગપુર, કન્યાકુમારી, ચેન્નાઈ સેન્ટ્રલ, મુઝફ્ફરનગર, સહારનપુર, કૈરાના, પીલીભીત, ડિબ્રુગઢ, જોરહાટ, જયપુર, છિંદવાડા, જમુઈ, બસ્તર, નૈનીતાલ અને લક્ષદ્વીપ વગેરેનો સમાવેશ થાય છે. ધર્મની નગરી કહેવાતી હરિદ્વાર બેઠક પર પણ પ્રથમ તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે .




  • Follow us on: