- લોકસભા ચૂંટણી 2024 વચ્ચે NOTAનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં
- સુપ્રીમ કોર્ટે એક અરજી પર સુનાવણી કરતા ચૂંટણી પંચને આપી નોટિસ
- ચૂંટણી પંચે NOTA સંબંધિત નિયમોની તપાસ કરવી જોઈએ: સુપ્રીમ કોર્ટ
NOTA સંબંધિત નિયમોમાં ફેરફાર અંગેની અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને NOTA સંબંધિત નિયમોની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે જો NOTAના મતોની સંખ્યા વધુ હોય તો ફરીથી ચૂંટણી યોજવી જોઈએ.
લોકસભા ચૂંટણી 2024 વચ્ચે NOTAનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં છે. સુપ્રીમ કોર્ટે એક અરજી પર સુનાવણી કરતા ચૂંટણી પંચને નોટિસ મોકલી છે. આ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ચૂંટણી પંચે NOTA સંબંધિત નિયમોની તપાસ કરવી જોઈએ. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે આ નિર્ણય આપ્યો છે. મોટિવેશનલ સ્પીકર શિવ ખેડાએ આ પિટિશન દાખલ કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે જો NOTAને કોઈપણ સીટ પર સૌથી વધુ વોટ મળે છે, તો ત્યાંની ચૂંટણીને અમાન્ય જાહેર કરી ફરીથી ચૂંટણી યોજવી જોઈએ.













