• મહારાષ્ટ્ર ભાજપના ઉમેદવાર નવનીત રાણાએ ચૂંટણી પ્રચાર તેજ કર્યો
  • નવનીત રાણા અમરાવતીથી ભાજપના લોકસભા ચૂંંટણીના ઉમેદવાર છે
  • દેશમાં મોદી લહેર હતી, મોદી લહેર છે અને મોદી લહેર રહેશેઃ નવનીત રાણા

2024ની લોકસભા ચૂંટણીનો પ્રથમ તબક્કો નજીક આવી ગયો છે. ત્યારે મહારાષ્ટ્રમાં ચૂંટણી મેદાનમાં લડી રહેલા નેતાઓએ ચૂંટણી પ્રચાર તેજ ગતિએ શરુ કરી દીધો છે. રાજ્યની અમરાવતી સીટ પરથી ભાજપના ઉમેદવાર નવનીત રાણા પણ સતત લોકોની વચ્ચે જઈને પોતાના માટે વોટની અપીલ કરતા અને પોતાના વિરોધીઓ પર પ્રહાર કરતા જોવા મળે છે.

દેશમાં મોદીની લહેર હતી છે, અને રહેશે

અમરાવતીથી ભાજપના લોકસભા ઉમેદવાર નવનીત રાણાએ બુધવારે એટલે કે 17 એપ્રિલે ફરી એકવાર પુનરોચ્ચાર કર્યો કે દેશમાં નરેન્દ્ર મોદીની લહેર છે. અમરાવતી બેઠક પરથી ભાજપના ઉમેદવાર નવનીત રાણાએ પણ મોદી લહેર અંગે વાત કરી હતી અને પોતાના વિરોધીઓ પર પ્રહાર કર્યો હતો.

દેશની પ્રગતિ માટે PM મોદીની જરૂરઃ નવનીત રાણા

એક અહેવાલ મુજબ મહારાષ્ટ્રની અમરાવતી સીટ પરથી ભાજપના ઉમેદવાર નવનીત રાણાએ કહ્યું કે દેશમાં મોદી લહેર છે. તેમણે એક રેલીમાં તેમના નિવેદનોનું ખોટું અર્થઘટન કરવા માટે વિપક્ષના રાજકીય પક્ષોને જવાબદાર ઠેરવ્યા હતા. તેમણે કહ્યું કે, દેશમાં મોદી લહેર હતી, મોદી લહેર છે અને મોદી લહેર રહેશે. દેશની પ્રગતિ માટે નરેન્દ્ર મોદીની જરૂર છે.

મોદી લહેર પર નવનીત રાણાએ શું કહ્યું?

વધુમાં, મોદી લહેરને લઈને ભાજપના ઉમેદવાર નવનીત રાણાએ એક રેલીને સંબોધિને કહ્યું કે, આ ચૂંટણી આપણે ગ્રામ પંચાયતની ચૂંટણી હોય તેમ લડવી પડશે. અમારે બપોરના 12 વાગ્યા સુધીમાં તમામ મતદારોને બૂથ પર લાવીને મતદાન કરવા જણાવવાનું રહેશે.

  • Follow us on: