• લોકસભાની ચૂંટણીને છઠ્ઠા તબક્કાનું 25મેએ મતદાન
  • 8 રાજ્યોની 58 બેઠકો પર મતદાન
  • આજે સાંજે પ્રચાર પડઘમ થશે શાંત

લોકસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કાનું મતદાન 25મેના રોજ યોજાશે. મતદાનને લઇને તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. ત્યારે આજે સાંજે પ્રચાર પડઘમ શાંત થશે. જે બાદ શુક્રવારે પોલિંગ પાર્ટી મતદાન બૂથ જવા રવાના થશે. વોટિંગને લઇને ચૂંટણી પંચ અને પોલીસ તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં વ્યસ્ત બન્યું છે.

કેટલા ઉમેદવાર મેદાને ?

છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 58 લોકસભા બેઠકો પર મતદાન થશે. આ તબક્કામાં કુલ 889 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં સૌથી વધુ 223 ઉમેદવારો હરિયાણામાં છે અને ઓછામાં ઓછા 20 ઉમેદવારો જમ્મુ અને કાશ્મીરમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.

યુપીમાં 162 ઉમેદવારો મેદાને

સુલતાનપુર, શ્રાવસ્તી, પ્રતાપગઢ, ફુલપુર, પ્રયાગરાજ, ડુમરિયાગંજ, બસ્તી, આંબેડકરનગર, સંત કબીરનગર, જૌનપુર, ભદોહી, લાલગંજ, મચલીશહર અને આઝમગઢ સંસદીય બેઠકો ઉપરાંત બલરામપુર વિધાનસભાની બેઠકો માટે મતદાન થશે. . અહીં સવારે સાતથી છ વાગ્યા સુધી મતદાન થશે

બિહારમાં 86 ઉમેદવારો મેદાને

બિહારમાં પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ, વાલ્મિકીનગર, શિવહર, સિવાન, વૈશાલી, મહારાજગંજ અને ગોપાલગંજમાં મતદાન થઈ રહ્યું છે.

હરિયાણામાં 223 ઉમેદવારો મેદાને

છઠ્ઠા તબક્કામાં હરિયાણાની તમામ 10 લોકસભા સીટો પર એક સાથે મતદાન થશે. . આ તબક્કામાં હિસાર, કરનાલ, અંબાલા, સોનીપત, કુરુક્ષેત્ર, સિરસા, રોહતક, ગુડગાંવ, ભિવાની-મહેન્દ્રગઢ અને ફરીદાબાદ લોકસભા બેઠકો પર મતદાન થશે.

જમ્મુ અને કાશ્મીરમાં 20 ઉમેદવારો મેદાને

તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરની અનંતનાગ-રાજૌરી લોકસભા સીટ પર ત્રીજા તબક્કામાં મતદાન થવાનું હતું. પરંતુ ખરાબ હવામાનને કારણે છઠ્ઠા તબક્કા માટે મતદાન સ્થગિત કરવામાં આવ્યું હતું.

ઝારખંડમાં 96 ઉમેદવારો મેદાને

ઝારખંડની રાંચી, ગિરિડીહ, ધનબાદ અને જમશેદપુર લોકસભા બેઠકો પર છઠ્ઠા તબક્કામાં ચૂંટણી યોજાશે.

ઓડિશામાં 64 ઉમેદવારો મેદાને

ઓડિશામાં કેઓંઝર, સંબલપુર, કટક, ઢેંકનાલ, પુરી, ભુવનેશ્વર લોકસભા બેઠકો પર મતદાન થશે. આ બેઠકો માટે 64 ઉમેદવારો મેદાનમાં છે. આ ચૂંટણીમાં સાંબલપુરના કુચિંડા અને રાયરાખોલ વિધાનસભા ક્ષેત્રમાં સવારે 7 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે. દેવગઢ વિધાનસભામાં સવારે 7 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. બાકીની લોકસભા સીટો પર સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે.

પશ્ચિમ બંગાળના 79 ઉમેદવારો મેદાને

પશ્ચિમ બંગાળમાં ઘાટલ, તમલુક, કાંઠી, પુરુલિયા, ઝારગ્રામ, મેદિનીપુર, બાંકુરા, બિષ્ણુપુર લોકસભા બેઠકો પર મતદાન થશે. 

  • Follow us on: