- લોકસભાની ચૂંટણીને લઇને છઠ્ઠા તબક્કાનું મતદાન
- 58 બેઠકો પર 25મેએ થશે મતદાન
- દિલ્હીની તમામ સાત બેઠકો પર ચૂંટણી
લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કાના મતદાન બાદ હવે છઠ્ઠા તબક્કાની ચૂંટણીનો વારો છે. આ તબક્કામાં 25 મેના રોજ આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 58 લોકસભા બેઠકો પર મતદાન થવાનું છે. આ 58 બેઠકો પર 889 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. આ તબક્કો એવો છે કે રાજધાની દિલ્હીની તમામ સાત બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. એટલું જ નહીં, આ તબક્કામાં દિલ્હીને અડીને આવેલી હરિયાણાની તમામ સીટો પર રાજકીય પક્ષોની પરીક્ષા પણ થવાની છે.













