• તેલંગણાની હૈદરાબાદ લોકસભા બેઠક પર જંગ
  • અસદુદ્દીન ઔવેસી સામે બીજેપીના માધવી લતા
  • શરૂઆતી ટ્રેન્ડમાં માધવી લતા આગળ

તેલંગણાની સૌથી ચર્ચિત લોકસભા સીટ હૈદરાબાદ માટે મતગણતરી કરવામાં આવી રહી છે. અહીં બીજેપી અને AIMIM વચ્ચે કાંટે કી ટક્કર જામી છે. ત્યારે શરૂઆતી રૂઝાનોમાં બીજેપીએ બરાબરની ટક્કર આપી છે. માધવી લતા નંબર એક પર ચાલી રહ્યા છે. મહત્વનું છે કે લોકસભાના ચોથા તબક્કાના મતદાનમાં 61 ટકા મતદાન થયું હતું.

2019માં ઓવૈસીની જીત

મહત્વનું છે કે હૈદરાબાદ ઓવૈસીનો ગઢ ગણાય છે. AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસી વર્ષ 2019માં તેલંગાણાની હૈદરાબાદ બેઠક પરથી 282186 મતોથી જીત્યા હતા. ભારતીય જનતા પાર્ટીના ડૉ.ભગવંત રાવ મતોમાં બીજા ક્રમે હતા. તે સમયે તેલંગાણા રાષ્ટ્ર સમિતિના શ્રીકાંત 63239 મતો સાથે ત્રીજા સ્થાને હતા.


  • Follow us on: