- 8 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકો પર મતદાન પૂર્ણ
- સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં 73 % મતદાન
- સૌથી ઓછું મહારાષ્ટ્રમાં 53.63 % મતદાન
લોકસભા ચૂંટણી પાંચમા તબક્કાના મતદાનની ટકાવારીઃ લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં ઉત્તર પ્રદેશમાં 14, મહારાષ્ટ્રમાં 13, પશ્ચિમ બંગાળમાં 7, ઓડિશા-બિહારમાં 5-5, ઝારખંડમાં 3, જમ્મુમાં 1-1 બેઠકો કાશ્મીર અને લદ્દાખ બેઠક પર મતદાન થયું. આ સાથે લોકસભાની કુલ 543 બેઠકોમાંથી 429 બેઠકો પર ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. ઉમેદવારોના ભાવિ EVMમાં સિલ થઇ ગયા છે.
લોકસભા ચૂંટણી 2024ના પાંચમા તબક્કાનું મતદાન સોમવારે પૂર્ણ થયું અને છ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 49 બેઠકો પર ચૂંટણી લડતા 695 ઉમેદવારોનું ભાવિ EVM દ્વારા નક્કી કરવામાં આવ્યું. આ તબક્કામાં ઓડિશામાં 35 વિધાનસભા બેઠકો માટે પણ ચૂંટણી યોજાઈ હતી. મતદાનનો સમય સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધીનો હતો. અત્યાર સુધીમાં કુલ 59.11% મતદાન નોંધાયું હતું. દરમિયાન, ઓડિશામાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 60.70% મતદાન થયું હતું













